દુધ એટલે અમુલ એવી એક સમગ્ર દેશમાં છાપ છે, તે સહકારી ક્ષેત્રનું મજબુત ઉદાહરણ: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે. અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા ૧.૬ કરોડ લિટર હતું તે વધીને ૪.૩ કરોડ લિટર પ્રતિ દિવસ થયું છે.
દુધ એટલે અમુલ એવી એક સમગ્ર દેશમાં છાપ છે, તે સહકારી ક્ષેત્રનું મજબુત ઉદાહરણ: મુખ્યમંત્રી

આણંદ : મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે. અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા ૧.૬ કરોડ લિટર હતું તે વધીને ૪.૩ કરોડ લિટર પ્રતિ દિવસ થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતુ કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે.

તેમણે ગુજરાતમાં સરદાર પટેલની હાકલથી ત્રિભૂવનદાસ પટેલે સહકારી ચળવળનો આરંભ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબની જોડીના સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો. જેને ગુજરાતના બે પનોતાપુત્રો  નરેન્દ્ર મોદી અને  અમિત શાહ એ સહકારથી સમૃધ્ધિની નવી દિશા આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં અલાયદો સહકાર વિભાગ શરૂ કરીને આપી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, દેશની એકતા અખંડિતતાના જ્યોર્તિધર સરદાર સાહેબના માર્ગદર્શનમાં દૂધ ઉત્પાદકોની એકતાની શકિતથી શરૂ થયેલી દૂધ મંડળી અમૂલ વર્લ્ડ બ્રાન્ડથી આજે વટવૃક્ષ બની ગઇ છે. સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો છે. આજે અમૂલ બ્રાંડ વિશ્વભરમાં વિખ્યાત છે અને તે સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાનો સ્રોત બની છે.એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં સહકારીતાના પ્રતિક તરીકે પ્રખ્યાત છે.

તેમણે અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. દૂધ એટલે અમૂલ એવો હવે પર્યાય બની ગયો છે અને દૂધમાંથી થતી અન્ય પેદાશોનું વેલ્યુએડીશન કરીને અમૂલે હોલિસ્ટીક એપ્રોચથી વ્હાઇટ રિવોલ્યુશનની આગવી ભાત ઉપસાવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અને અમૂલનો પણ અમૃત મહોત્સવનો આ સુયોગ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો પથ કંડાર્યો છે, તેમ જણાવ્યું હતુ. 

ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થામાં જેમ જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોનું ત્રીસ્તરિય માળખું વિકસાવ્યું છે. તેમ દૂધ સહકારી માળખું પણ થ્રી ટાયર છે. તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં દૂધ મંડળીઓની સાથે દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દૂધ મંડળીઓ જે ૭૬૦૦ હતી તે વધીને ૧૮,૫૬૫ થઇ છે. એટલું જ નહીં, દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા ૨૧ લાખ હતી જે વધીને ૩૬ લાખથી વધુ થઇ ગઇ છે. જે પૈકી પૈકી ૧૧ લાખ મહિલા દૂધ ઉત્પાદકો છે. નારી સશકિતકરણ દૂધ અને પશુપાલનના વ્યવસાય દ્વારા ગુજરાતની ગ્રામીણ બહેનોએ સાકાર કર્યુ છે. દૂધ ઉત્પાદકોને સતત દૂધના સારા ભાવ મળવાને કારણે ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા ૧.૬ કરોડ લિટર હતું તે વધીને ૪.૩ કરોડ લિટર પ્રતિ દિવસ થઇ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news