ગરબાનો આવો ભયાનક Live વીડિયો ક્યારેય નહીં જોયો હોય! ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે રાસ
Live Video of Jamnagar Mashal Ras: આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ રાસ પ્રાચીન અને કોઈપણ જાતના ડીજે કે ઢોલ ધમાકા નહીં માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ રમવામાં આવે છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થયો છે, ત્યારે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા આગના અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ રમી એક અનોખું આકર્ષણ જગાવવામાં આવી રહ્યું છે. શ્રી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા 6 દાયકાની પ્રાચીન નવરાત્રિની પરંપરા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે.
કોરોના કાળમાં સતત બે વર્ષ નવરાત્રિના તહેવારોની ઉજવણી બંધ રહ્યા બાદ હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના બાદ છૂટછાટ આપવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે જામનગર સહિત દેશ વિદેશમાં નવરાત્રિની ગુજરાતીઓ દ્વારા ખૂબ જ આસ્થાભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે હાલ અર્વાચીન દાંડિયાના વધતા જતા યુગમાં પણ જામનગરમાં અનેક ગરબી મંડળો છે કે જેમણે પોતાની પ્રાચીનતા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે, એવું જ એક ગરબી મંડળ જામનગરમાં કે છેલ્લા 6 દાયકા થી પ્રાચીન નવરાત્રિનું આયોજન કરતા શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં માત્ર યુવકો જ માતાજીની આરાધના કરે છે. એવા શ્રી પટેલ યુવક મંડળ દ્વારા નવરાત્રિ નિમિત્તે રજૂ કરવામાં આવતા અવનવા રાસ જામનગર માં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે
ગરબાનો આવો ભયાનક LIVE વીડિયો ક્યારેય નહીં જોયો હોય! ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે રાસ#ZEE24Kalak pic.twitter.com/MIRx7xKT42
— Zee 24 Kalak (@Zee24Kalak) September 27, 2022
શું છે ગરબીની વિશેષતા?
આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ રાસ પ્રાચીન અને કોઈપણ જાતના ડીજે કે ઢોલ ધમાકા નહીં માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ રમવામાં આવે છે. જ્યારે પ્રાચીન નવરાત્રીના આયોજનને સફળ બનાવવા માટે પટેલ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવે છે.
ગરબીનું ખાસ વિશેષ આકર્ષણ
શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દ્વારા કણબી રાસ, દાતરડા રાસ, ગુલાટ રાસ, તલવાર રાસ અને ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર એવા મશાલ રાસ સહિતના અવનવા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને તલવાર રાસમાં અઢી કિલોથી પણ વધુ વજનની તલવાર લઈને સતત 15 મિનિટ સુધી યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે, તો મશાલ રાસ કે જે શ્રી પટેલ યુવક ગરબી મંડળનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલ છે.
તેમાં ખેલૈયા યુવાનો દ્વારા આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રજૂ કરવામાં આવે છે અને જેને નિહાળવા લોકો ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે. મસાલ રાસને રજુ કરવા માટે યુવાનો દ્વારા સતત એક મહિનાના અથાગ મહેનત અને પરિશ્રમથી આ રાસ રજૂ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે