કાચી માટીનો ગરબો કોરાવ્યો...!! આ વર્ષે માટલીમાં જ માતાજીની છબી દેખાય તેવા ગરબાની ભારે ડિમાન્ડ
મહાશક્તિના પાવન પર્વ પર માતાના છબી પેઇન્ટ કરેલી માટલી હવે તો લોકો માટલીઓ પણ કસ્ટમાઇઝડ કરાવતા થયા છે. ખાસ કરીને ફોટોવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવે છે, જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર દોરાવે છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: નવરાત્રીમાં માટલી સ્વરૂપે માતાજીની ઘરોમાં સ્થાપના કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જમાનો ભલે ગમે તેટલો આગળ વધી ગયો હોય પરંતુ માટલી મુકવાની પ્રથા આજે પણ અકબંધ છે. બેશક તેમાં અવનવી ડિઝાઇન ઉમેરાતી જાય છે. સાદી માટલી થી શરૂ થયેલી આ પરંપરા અમેરિકન ડાયમંડ, જરદોશી, જરી આભલા, ટીક્કી અને સ્ટોનની સજાવટથી અનેક ગણી આગળ નીકળી ગઈ છે. હવે તો લોકો માટલીમાં જ માતાજીની છબી દેખાય તેવી પેઇન્ટ કરેલી માટલીની ડિમાન્ડ કરતા થયા છે.
મહાશક્તિના પાવન પર્વ પર માતાના છબી પેઇન્ટ કરેલી માટલી હવે તો લોકો માટલીઓ પણ કસ્ટમાઇઝડ કરાવતા થયા છે. ખાસ કરીને ફોટોવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવે છે, જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર દોરાવે છે.યુનિક માટલીની ડીમાન્ડવાળા લોકો માટે ફૂટની દોરીથી ડેકોરેટ કરેલી માટલી પણ હવે મળતી થઈ છે. જૂટની દોરીથી વિભિન્ન ડિઝાઇન કરી તેને સુંદર રંગ કરી આકર્ષક બનાવવામાં આવે છે. તે સિવાય આકર્ષક રેશમી દોરાથી સજાવેલી માટલી પણ લોકો પસંદ કરી રહ્યા છે.હવે તો લોકો માટલીઓ પણ કસ્ટમાઇઝડ કરાવતા થયા છે.
ખાસ કરીને ફોટોવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવે છે, જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર દોરાવે છે. આ માટલીઓ પર પેઇન્ટિંગ જ નહીં પરંતુ કેટલાક લોકો અમેરિકન ડાયમંડ થી માતાજીની છબી બનાવા ઓર્ડર આપી રહ્યા છે. અમેરિકન ડાયમંડ થી માતાજીની છવી બનાવવામાં આવી છે. જે દરેક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ પ્રકારની માતાજીના ફોટોવાળી માટલી રેડી કરતા ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય લાગે છે. પ્રથમ લેયર બાદ માતાજીનો ફેસ દોરવામાં આવે છે ત્યારબાદ તેમાં રંગો પુરી ફાઇનલ ટચ અપાય છે. આ મટકી જોતા આબેહૂબ માતાજી આપણી સામે બેઠા હોય તેવી ફીલિંગ આવે છે.
સુરતમાં લોકો આવી માટલીઓની ખૂબ ડિમાન્ડ પણ કરી રહ્યા છે.લોકો પોતાની કુળદેવીની તસ્વીર માટલીઓ પર બનાવવા કહે છે તેના આધારે જરદોશી જરી સહિત અન્ય વર્ક તેની ઉપર કરવામાં આવે છે આ. વખતે 200 જેટલી માટલીઓ કસ્ટમાઇઝ કરી છે એક માટલી ની કિંમત 300 થી લઈ 700 રૂ. સુધી હોય છે. કેટલી માટલીઓમાં અમે સુરતની ફેમસ સાડી પણ લગાવવામાં આવે છે. જેથી માતાજીની આબેહૂ પ્રતિકૃતિ લાગે. આ માટલીઓ માત્ર સુરતના લોકો જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, જામનગર, રાજકોટ થી લોકો ડિમાન્ડ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે