માણસના મૃત્યુ પછી મૃતદેહને ખાઈ જાય છે આ પ્રજાતિના લોકો! જાણો કેમ અહીં માણસ જ ખાઈ જાય છે માણસનો મૃતદેહ


આ જનજાતિમાં અંતિમક્રિયાની અજીબ છે. એન્ડો-કેનિબલવાદ (Endocannibalism) કહેવામાં આવતી આ પરંપરા અનુસાર આ જનજાતિ પોતાનાજ જનજાતિના મૃતકનું માસ ખાય છે

માણસના મૃત્યુ પછી મૃતદેહને ખાઈ જાય છે આ પ્રજાતિના લોકો! જાણો કેમ અહીં માણસ જ ખાઈ જાય છે માણસનો મૃતદેહ

નવી દિલ્લીઃ આ જનજાતિમાં અંતિમક્રિયાની અજીબ છે. એન્ડો-કેનિબલવાદ (Endocannibalism) કહેવામાં આવતી આ પરંપરા અનુસાર આ જનજાતિ પોતાનાજ જનજાતિના મૃતકનું માસ ખાય છે. દુનિયામાં કેટલીયે એવી પ્રજાતિ છે જેના વિશે સામાન્ય દુનિયાના લોકો અજાણ છે. ના માત્ર આ પ્રજાતિને પણ તેમના રીત રિવાજ,પરંપરા અને સંસ્કૃતિ વેશે પણ આપણે અજાણ છે, તેમની માન્યતાઓને જાણ્યા પછી તમને એવું થાશે કે આખરે આ પ્રજાતિ આવું કેમ કરે છે.

સાઉથ અમેરિકામાં જોવા મળે છે આ જનજાતિ
સાઉથ અમેરિકાના બ્રાજીલ અને વેનેજુએલામાં યાનોમામી (Yanomami) નામની જનજાતિ  યમન અથવા સીનેમાના નામથી ઓળખાય છે. આ જનજાતિ આધુનિકીકરણ અને પશ્ચિમીકરણથી પ્રભાવિત નથી થતી. આ જનજાતિ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને વળગી રહી છે એટલા જ માટે આ જનજાતિ પોતાની રીતે જ રહેવાનું પસંદ કરે છે. આ જનજાતિમાં અંતિમક્રિયાની રીત કંઈક અલગ જ છે. એન્ડો-કેનિબલવાદ (Endocannibalism) કહેવામાં આવતી આ પરંપરામાં આ જનજાતિના લોકો પોતાના જ જનજાતિના લોકોના મૃતદેહને ખાય છે.

પરિવારવાળા જ ખાય છે મૃતદેહ
અમેજન વર્ષાવનમાં રહેવાવાળી યાનોમામી (Yanomami) જનજાતિનું માનવું છે કે મૃત્યુ પછી શરીરની આત્માને રક્ષણ આપવાની જરૂર હોય છે. આત્માને ત્યારે જ શાંતિ મળે છે જ્યારે તેનો મૃતદેહ સંપૂર્ણ રીતે સ્વાહા થઈ જાય અથવા તો તેના મૃતદેહને પરિવારના લોકો ખાય. આ જનજાતિ મૃતદેહને અગ્નિ આપી થોડો સળગાવી ત્યાર બાદ તે શરીરને ખાય છે. આટલું જ નહીં આ સમયે તેઓ ગીતો ગાય છે અને રડતા -રડતા પોતાના સ્વજનના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરે છે.

દુનિયામાં ઘણી અજીબ પરંપરાઓ છે ક્યાંક લગ્નને લઈને તો ક્યાંક રંગને લઈને તો ક્યાંક ઉંચાઈને લઈને આ પણ આવી જ એક પરંપરાનો ભાગ છે. જાણીને નવાઈ લાગશે પણ આવી પરંપરા હોય છે અને આવી પણ પ્રજાતિ દુનિયામા છે તે હવે સ્વીકારવું જ રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news