Son in law News

સસરાએ કહ્યું રોકડા રૂપિયા આપ નહી તો દિકરી પાછી આપ, જમાઇએ યુવતી સાથે કર્યું એવું કારસ
જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડતી થઇ હતી. જો કે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન (ઉ.વર્ષ-૨૪) સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા.
Jul 30,2021, 19:24 PM IST
વડોદરા: પુત્રીને પ્રેમ થઇ જતા સસરારે જમાઇને ઝાડ સાથે લટકાવીને મારી નાખ્યો
પાંચ બાળકની માતા પર પુરુષના પ્રેમમાં પડી હતી. જો કે મહિલાનો અંજામ આવ્યો તેના પ્રેમી રહ્યો ના પતિ. જી હા વડોદરાના ડભોઇના યાત્રાધામ ચાંદોદની આ ઘટના સમાજને શરમસાર કરતી છે. જેમાં મૃતકના સસરા અને પરણિતાના પ્રેમીએ મળીને ખેતી કામ કરતા જમાઈને મોતને ઘાટ ઉતારી વડના ઝાડ પર લાશ લટકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મૃતક જેન્તી તડવી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ટૂંક સમય પહેલાં જ પોતાની પત્ની સાથે મતભેદને લઇને ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પોતાની સાસરીમાં રહેતો હતો. વાત એ છે કે પાંચ દિવસ પહેલા ચાંદોદ પોલીસની વર્ધિ મળી હતી કે, રામનાથ ઘાટ પાસે જયંતિ તડવી નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી છે. 
Jan 27,2020, 22:54 PM IST

Trending news