અમદાવાદ: સસરાનું મોત થતા બાપુનગરમાં જમાઇએ કહ્યું તારો બાપ મરી ગયો 10 લાખ કોણ આપશે?

પોતાની પત્ની પર સતત પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરી રહેલા પતિએ માનવતાની તમામ હદો પાર કરી છે. સસરાના હાર્ટ એટેકથી મોત નિપજ્યા બાદ દહેજ ભુખ્યો પતિ ધરાયો નહોતો. તેની પત્નીએ કહ્યું કે, તારો બાપ મરી ગયો હવે મને 10 લાખ રૂપિયા કોણ આપશે ? પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ તેની સામે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. 
અમદાવાદ: સસરાનું મોત થતા બાપુનગરમાં જમાઇએ કહ્યું તારો બાપ મરી ગયો 10 લાખ કોણ આપશે?

અમદાવાદ : પોતાની પત્ની પર સતત પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરી રહેલા પતિએ માનવતાની તમામ હદો પાર કરી છે. સસરાના હાર્ટ એટેકથી મોત નિપજ્યા બાદ દહેજ ભુખ્યો પતિ ધરાયો નહોતો. તેની પત્નીએ કહ્યું કે, તારો બાપ મરી ગયો હવે મને 10 લાખ રૂપિયા કોણ આપશે ? પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ તેની સામે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. 

બાપુનગરની પરિણીતાએ તેના પતિ અને સસરિયા સામે દહેજ માંગ્યાની ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદ જ દહેદ માંગ્યાની ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદ જ પતિએ અને સાસુ સસરાએ મહિલાને પિયરમાંથી 10 લાખ દહેજ માટે દબાણ કરતા હતા. દરમિયાન પરિણીતાના પિતાનું બીમારીના કારણે મોત નિપજ્યું હતું. પતિએ સસરાના મોતનો મલાજો પણ ન જાળવ્યો અને કહ્યું કે, તારો બાપ તો મરી ગયો હવે મારા દસ લાખ કોણ આપશે ? એટલું જ નહી મહિલા સાથે ઝગડો થતો ત્યારે તેના સાસુ સસરાને પણ કહેતો કે અમારો દીકરો માત્ર મજા કરવા જ આવ્યો છે. કંટાળીને યુવતીએ પોલીસને ફરિયાદ આપતા હવે પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. 

લોકડાઉન દરમિયાન યુવતી તેના પતિ સાથે પિયરમાં રહેવા માટે આવી હતી. ત્યારે પણ તેની સાસુ ફોન કરીને કહેતા કે, દસ લાખ લેતી આવજે અને અમારા કહેવાથી જ અમારો દીકરો તારી સાથે મજા કરવા માટે આવ્યો હતો. આ અંગે પરણીતાએ ફરિયાદ દાખલ કરાવતા હવે પોલીસે તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news