સાસુએ દીકરીને કહ્યું, જમાઈ સાથે જો તને મજા ન આવતી હોય તો હું તેમની સાથે એકવાર...

જમાઈ અને સાસુ વચ્ચે એવી ઘટના બની હતી કે જેના કારણે સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં વધારે એક હિચકારી ઘટના બની હતી. જેના કારણે ફરી વડોદરામાં ચકચાર મચી જવા પામી છે..

સાસુએ દીકરીને કહ્યું, જમાઈ સાથે જો તને મજા ન આવતી હોય તો હું તેમની સાથે એકવાર...

હાર્દિક દીક્ષિત/વડોદરા : શહેરના માંજલપુર કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સાસુની જમાઈએ માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. વયોવૃદ્ધ સસરા સામે સાસુની હત્યા કરીને જમાઈ પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મૂકનારા આ બનાવની હકીકત એવી છે કે એ -8, કલ્યાણબાગ સોસાયટીમાં 76 વર્ષીય સવિતાબેન પટેલ અને તેમના પતિ અને પુત્ર સાથે રહે છે. સવારે લગભગ 11 થી 11.30 વાગ્યાના સુમારે વૃદ્ધ પટેલ દંપતીનો જમાઈ વિશાલ અમીન આવી પહોંચ્યો હતો. અને વયોવૃદ્ધ સસરાની સામે સાસુ સવિતાબેન પટેલનાના માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જમાઈ પત્નીની હત્યા કરી રહ્યો હોવા છતાં લાચાર પતિ પત્નીને બચાવી શક્યા ન હતા.

સાસુને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો જમાઈ વિશાલ અમીન સીધો મકરપુરા પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો અને પોલીસને જણાવ્યું કે હું મારા સાસુની હત્યા કરીને આવ્યો છું. મકરપુરા પોલીસે હત્યારાનો કબજો લઇ સ્થળ પર તપાસ કરવા જતા આ હત્યાનો બનાવ માંજલપુર પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી હત્યાના આરોપીને માંજલપુર પોલીસના હવાલે કરી દીધો હતો. દરમિયાન માંજલપુર પોલીસે હત્યારાની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

આ બનાવ અંગે એ.સી.પી. એસ. બી. કુમાવતે જણાવ્યું હતું કે મોતને ઘાટ ઉતારાયેલા સવિતાબેન પટેલ અને તેમની દીકરી વચ્ચે પણ અણબનાવ હતો. જેના કારણે જમાઈને પોતાની સાસુ પર રોષ હતો. આજે સાસુ-સસરા ઘરમાં એકલા હોઇ, જમાઈ વિશાલ ઘર પર પહોંચી ગયો હતો અને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.મોતને ઘાટ ઉતારી દેવાયેલ સાસુ સવિતાબેન પટેલ નો પુત્ર ગૌરવ અગાઉ બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે. જેની પોલીસ ધ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા બાદ સાસુને જમાઈ અને દીકરી સાથે પણ બનાવ શરૂ થયો હતો. જેમાં સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપતા જમાઈ રોષે ભરાયો હતો. જો કે સવિતા બહેને પોતાની દિકરીને વાત પણ કરી હતી કે જમાઈ સાથે ન ફાવતું હોય તો હું તેમની સાથે વાત કરૂ. જો કે કોઇ વાત થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો કરૂણ અંજામ આવ્યો હતો. હાલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા  હત્યારા વિશાલ અમીન સામે માંજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news