સુરતમાં પુત્રવધુને ભગાડી ગયા સસરા? ચોંકાવનારો ખુલાસો વાંચી તમારી આંખોમાં આવશે આંસુ

4 દિવસ પહેલા સુરત શહેરના છેવાડે આવેલા ગામના સસરા પુત્રવધુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયાના ઝેરથી સમાજનું મોઢુ બતાવવાને લાયક નહી રહેતા આ સસરાએ તેમની દીકરી જેવી વહુએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. આ ઘટનામાં સસરાએ આ અફવા ફેલાવનારા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. 
સુરતમાં પુત્રવધુને ભગાડી ગયા સસરા? ચોંકાવનારો ખુલાસો વાંચી તમારી આંખોમાં આવશે આંસુ

સુરત : 4 દિવસ પહેલા સુરત શહેરના છેવાડે આવેલા ગામના સસરા પુત્રવધુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયાના ઝેરથી સમાજનું મોઢુ બતાવવાને લાયક નહી રહેતા આ સસરાએ તેમની દીકરી જેવી વહુએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. આ ઘટનામાં સસરાએ આ અફવા ફેલાવનારા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. 

જો કે પોલીસે ફરિયાદ નહી નોંધતા સસરા અને તેના પરિવારજનો અને તેની સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે. આજે સસરા અને પુત્રવધુ એક સાથે સામે આવ્યા હતા. જ્યારે ન્યાય નહી મળે તો સસરાએ કલેક્ટર કચેરી સામે કેરોસિન છાંટીને બળી મરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરના છેવાડે ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયામાં બંન્નેના ફોટા અને નામ સાથે પોસ્ટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડા સંબંધની જાણ થયાનાં બીજા જ દિવે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું હતું. 

સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, સસરા પુત્રવધુને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાનો વરસાદ. નારાજ પુત્રએ ભાગેલાની ભાળ આપનારને 50 હજારનાં ઇનામની જાહેરાત કરી. જો કે ત્યાર બાદ સસરાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેમાં કહ્યું કે, આ માત્ર એક અફવા છે. આ અંગે પોલીસ અરજી કરવામાં આવી છે. સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news