Russia ukraine crisis 0 News

ગુજરાતી વિદ્યાર્થીએ વીડિયોમાં બંકર બતાવ્યું, સાંકડી જગ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ બેસ્
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આથી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ ઓપરેશનને કારણે અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારતના અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વલસાડ જિલ્લાના જોરવાસણ ગામ ખાતે રહેતો રવિરાજ મહેન્દ્ર ભાઈ પટેલ યુક્રેનના સુમિ સ્ટેટ ખાતે રશિયાની બોર્ડરથી 40 કિલોમીટર દૂર હોસ્ટેલમાં ફસાયો છે. રવિરાજ પટેલે વીડિયો દ્વારા સરકાર પાસેથી મદદ માંગી છે. સાથે જ તેઓ જે બંકરમાં ફસાયા છે તે પણ વીડિયો દ્વારા બતાવ્યું.
Mar 2,2022, 17:05 PM IST
યુક્રેનથી મદદની અપીલ, ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું-માઈનસ 15 ડિગ્રીમાં 30 કિમી ચાલ્યા,
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓનું પહેલુ ગ્રૂપ આવી ચૂક્યુ છે. જેથી તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ હજી પણ અસંખ્યા વિદ્યાર્થીઓ એવા છે જેઓ યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનમાં અસંખ્ય વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદની રાહ જોઈને બેસ્યા છે. કોઈ બંકરમાં છુપાયુ છે, તો કોઈ ભૂખ્યુ રૂમમાં પડ્યા છે. તો અનેક વિદ્યાર્થીઓ રોમાનિયા અને પોલેન્ડની બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે, જેથી મદદ મળી શકે. આવામાં યુક્રેનથી પરત ભારત આવવા નીકળેલા વિદ્યાર્થીઓ પૈકી 71 વિદ્યાર્થીઓ પોલેન્ડ જતી વેળાએ મેડીકા બોર્ડર ખાતે અટવાયા છે. આ વિદ્યાર્થીઓ અને તેમના ગુજરાતમાં બેસેલા વાલીઓએ તેમની મદદ કરવા સરકાર પાસે ગુહાર લગાવી છે. આ અટવાયેલા વિદ્યાર્થીઓમાં ગોધરા ખાતે રહેતા બે પરિવારના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. 
Feb 27,2022, 12:14 PM IST

Trending news