Russia-Ukraine War: 124 હેલિકોપ્ટર તબાહ, 15 હજાર રશિયન સૈનિકો ઢેર, યુદ્ધના 28માં દિવસે યુક્રેનનો દાવો
યુક્રેન-રશિયા યુદ્ધનો આજે 28મો દિવસ છે. યુક્રેને આંકડો જાહેર કરી જણાવ્યું કે, અત્યાર સુધી તેણે રશિયાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.
Trending Photos
કિવઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર હુમલા કર્યાં છે. આ વચ્ચે યુક્રેને યુદ્ધના 28 દિવસમાં રશિયાને કેટલું નુકસાન પહોંચાડ્યું તેના આંકડા જાહેર કર્યાં છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી તેની જાણકારી આપતા જણાવ્યું કે, તેણે અત્યાર સુધી રશિયાના 15600 સૈનિકોને ઠાર કર્યા છે. જ્યારે 1008 હથિયારબંધ વાહનો, 4 જહાજ, 47 એન્ટી એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર્સ, 517 ટેન્ક, 42 યૂએવી અને 15 વિશેષ ઉપકરણોને તબાહ કરી દીધા છે.
આ વચ્ચે ક્રેમલિનના પ્રવક્તા ન એ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો રશિયાની સામે અસ્તિત્વનો ખતરો ઉભો થશે તો તે માત્ર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.
રશિયાની સેનાએ કિવના ઓબોલોનમાં ગોળીબારી કરી જેમાં બે ઇમારતો અને એક ટ્રકમાં આગ લાગી હતી. આગ પર આશરે બે કલાકની મહેનત બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મારિયુપોલમાં સ્થિતિ ચિંતાજનક છે.
Information on Russian invasion
Losses of the Russian armed forces in Ukraine, March 23 pic.twitter.com/Z4OUuUuc1G
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 23, 2022
સ્થાનીક અધિકારીઓ પ્રમાણે બચાવ પ્રયાસો વચ્ચે બોમ્બ ફેંકવામાં આવ્યા. આ શહેર લગભગ એક મહિના પહેલાં રશિયાનો હુમલા શરૂ થયા બાદથી સતત ગોળીબારીનો સામનો કરી રહ્યું છે. હ્યૂમન રાઇટ્સ વોચે એક સ્થાનીક અધિકારી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડાનો હવાલો આપતા કહ્યું કે આ રણનીતિક શહેરમાં 2 લાખથી વધુ લોકો ફસાયેલા છે.
આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી આવતી હતી ખુબ જ ગંદી વાસ, રહસ્ય ખુલ્યું તો બોયફ્રેન્ડના હોશ ઉડી ગયા
22 માર્ચે મારિયુપોલથી 1200થી વધુ લોકોને કાઢવામાં આવ્યા હતા. નાયબ પ્રધાનમંત્રી ઇરિના વીરેશચુક અનુસાર 15 બસોની મદદથી રશિયન સેના દ્વારા ઘેરાબંધીવાળા મારિયુપોલ પોર્ટથી લોકોને સુરક્ષિત જાપોરિઝ્ઝિયા પહોંચાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે