Chhaava Poster Released: ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર

Akshaye Khanna look in Chaava: બોલીવુડ એક્ટર અક્ષય ખન્ના રાતોરાત ચર્ચામાં આવી ગયો છે. કારણ કે મેડૌક ફિલ્મ્સ તરફથી ફિલ્મ છાવાનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. આ પોસ્ટરમાં અક્ષય ખન્ના ઔરંગઝૈબના પાત્રમાં જોવા મળે છે.

Chhaava Poster Released: ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર

Akshaye Khanna look in Chaava: વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ છાવાને લઈને જબરદસ્ત બઝ બન્યું છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે તેવામાં અક્ષય ખન્ના ચર્ચામાં આવી ગયો છે. અક્ષય ખન્ના રાતોરાત ચર્ચામાં આવ્યો છે તેનું કારણ છે છાવા ફિલ્મનું રિલીઝ થયેલું પોસ્ટર. અક્ષય ખન્ના છાવા ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકામાં જોવા મળશે. પહેલા ફોટોમાં તો આ એક્ટરને ઓળખવો જ મુશ્કેલ છે. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તે રાતોરાત વાયરલ થઈ ગયું છે. 

છાવા ફિલ્મના રશ્મિકા મંદાનાના લુકનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે અને સાથે જ અક્ષય ખન્નાનું નવું પોસ્ટર રિલીઝ થયું છે. પહેલા ફોટોમાં અક્ષય ખન્નાને ઓળખવો પણ મુશ્કેલ છે. બીજી તસવીરમાં જોઈ શકાય છે કે અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં ખૂંખાર દેખાય છે. ધ્યાનથી જોવા પર જ ખબર પડે છે કે ઔરંગઝેબના પાત્રમાં અક્ષય ખન્ના છે. તેણે પોતાના લુકને જબરદસ્ત રીતે ચેન્જ કર્યો છે. પોસ્ટરમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે ડર અને દહેશતનો નવો ચહેરો... મોગલ સામ્રાજ્યના ક્રૂર શાસક શહેનશાહ ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્ના. 

Releasing in cinemas on 14th February 2025. #Chhaava #ChhaavaOnFeb14 pic.twitter.com/g14Fbiavse

— Maddockfilms (@MaddockFilms) January 21, 2025

વિકી કૌશલની આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં છે. રશ્મિકા મંદાનાનો લુક પણ શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 22 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. 

છાવા ફિલ્મ એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે જેમાં સંભાજી મહારાજનું પાત્ર વિક્કી કૌશલે ભજવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news