રશિયાના દાવ ઉંધો પડ્યો! હવે પોતાના જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિએ કહ્યું, 'રોકાઈ જાવ નહીંતર....'

યુક્રેન પર હુમલા બાદ ઘણી કંપનીઓ કાં તો રશિયા છોડી ચૂકી છે અથવા તો છોડવાની જાહેરાત કરી ચૂકી છે. ત્યારબાદ હવે ત્યાં એવી કંપનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાને લઈને રશિયાના સૌથી અમીર બિઝનેસમેને પુતિનને ચેતવણી આપતા જણાવ્યું છે કે આ રીતે ચાલ્યું તો દેશ 100 વર્ષ પાછળ ધકેલાઈ જશે.

રશિયાના દાવ ઉંધો પડ્યો! હવે પોતાના જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિએ કહ્યું, 'રોકાઈ જાવ નહીંતર....'

મોસ્કો: સોવિયેત યુનિયન (યુએસએસઆર)નું વિઘટન થયું ત્યારે રશિયાનું મહત્વ જાળવી રાખવામાં વ્લાદિમીર પોટાનિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોટાનિનના આર્થિક નિર્ણયોએ રશિયાને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવામાં મોટો ફાળો આપ્યો હતો. બ્લૂમબર્ગ અને ફોર્બ્સના અહેવાલો અનુસાર, તે રશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. હવે એ જ પોટાનિનને દેશની અર્થવ્યવસ્થાની ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સલાહ આપી છે.

યુક્રેન પર હુમલાને લઈને ચેતવણી
યુક્રેન પર હુમલા બાદ ઘણી કંપનીઓ કાં તો રશિયા છોડી ચૂકી છે અથવા તો છોડવાની જાહેરાત કરી ચૂકી છે. ત્યારબાદ હવે ત્યાં એવી કંપનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાને લઈને રશિયાના સૌથી અમીર બિઝનેસમેને પુતિનને ચેતવણી આપતા જણાવ્યું છે કે આ રીતે ચાલ્યું તો દેશ 100 વર્ષ પાછળ ધકેલાઈ જશે.

સીએનએનમાં પ્રકાશિત એક રિપોર્ટના મતે, મેટલ ઈન્ડરસ્ટ્રીની દિગ્ગજ કંપની નોરિલ્સ્ક નિકેલના પ્રેસિડેન્ટ અને સૌથી મોટા શેરધારક બ્લાદિમીર પોટાનિનને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો રશિયાએ પશ્ચિમી કંપનીઓ અને રોકાણકારો માટે દરવાજા બંધ કર્યા તો રશિયા ફરી એકવખત 1917ની ક્રાંતિના કઠિન દિવસોમાંથી પસાર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેમણે રશિયન સરકારને સંપત્તિની જપ્તી મુદ્દે અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી છે.

બિઝનેસ ટાયકૂને સ્થિતિ જાણી
પોતાની કંપનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા એક સંદેશમાં તેમણે  લખ્યું, આ નિર્ણય આપણા દેશને 100 વર્ષ પાછળ 1917માં ધકેલી દેશે, જેની અસર આપણને લાંબા સમય સુધી અનુભવવી પડશે. બીજી વાત એ છે કે રશિયામાં બિઝનેસ રોકવાનો અમુક કંપનીઓનો નિર્ણય મહંદ અંશે ભાવનાત્મક છે અને વિદેશોમાં જનતાના અભિપ્રાયથી તેમના પર બનેલા અભૂતપૂર્વ દબાણના કારણે લઈ શકાયો હોય તેવું માનવામાં આવે છે. એવામાં સૌથી વધુ સંભાવના છે કે તેઓ જલ્દીથી પાછા ફરે અને વ્યક્તિગત રૂપથી હું તેમના માટે ફરીથી એવો અવસર પેદા કરીશ.

પુતિન કરી રહ્યા છે એક્સટર્નલ મેનેજમેન્ટ
યુક્રેન પર રશિયાનો હુમલો અને પ્રતિબંધોના જવાબમાં અનેક અમેરિકી અને યૂરોપીય કંપનીઓએ પોતાના જોઈન્ટ વેન્ચર, કારખાનો, દુકાનો, કાર્યાલયો અને અન્ય સંપત્તિઓને રશિયામાં છોડી દીધી છે. ગોલ્ડમેન સેક્સ અને જેપી મોર્ગનને પણ રશિયા છોડવાનો નિર્ણય કર્યો છે. આ બન્ને પહેલી પ્રમુખ પશ્ચિમી બેંક છે, જેમણે આવી જાહેરાત કરી છે. જોકે, પુતિનનું કહેવું છે કે, આપણે તે કંપનીઓ પર નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે જે પોતાનું ઉત્પાદન બંધ કરવા જઈ રહ્યા છે. એવામાં જરૂરી છે કે એક્સટર્નલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવે અને ફરીથી તે ઉદ્યમોને એવા લોકોને ટ્રાન્સફર કરવામાં આવે જે ખરેખર રશિયામાં કામ કરવા માંગે છે.

લગભગ 5 ડઝન કંપનીઓએ રશિયામાં છોડ્યો બિઝનેસ
રશિયન સમાચાર પત્ર ઇઝવેસ્ટિયાની એક રિપોર્ટ અનુસાર, રશિયાના ગ્રાહક અધિકાર સંગઠને એવી કંપનીઓની યાદી તૈયાર કરી છે જેમણે રશિયા છોડવાનું નક્કી કર્યું છે. આ લિસ્ટમાં 59 કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાં Volkswagen, Apple, IKEA, Microsoft, IBM, Shell, McDonald's, Porsche, Toyota, H&M વગેરે.. તેને વધુ બ્રાન્ડ્સ સાથે અપડેટ કરી શકાય છે. એવામાં પોતાના દેશના દિગ્ગજ અને અનુભવી ઉદ્યોગપતિની ચેતવણી પર પુતિન કેટલો અમલ કરશે આ સવાલનો જવાબ હાલ કોઈની પાસે નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news