Families of Martyrs: દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોના પરિવારોને શું મળે છે સુવિધાઓ? એકવાર ચેક કરી લેજો

Families of Martyrs: આ દેશમાં જો કોઈ નાગરિક શાંતિથી સૂઈ રહ્યો છે તો તેની પાછળનું કારણ સરહદ પર સુરક્ષા માટે તૈનાત સૈનિકો છે. દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારોને સરકાર શું મદદ કરે છે? આજે આપણે અહીં આર્ટિકલમાં જાણીશું..

Families of Martyrs: દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોના પરિવારોને શું મળે છે સુવિધાઓ? એકવાર ચેક કરી લેજો

Families of Martyrs: આજે ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આપણી પાસે અદ્યતન ટેક્નોલોજી હથિયારો, મિસાઇલો અને શ્રેષ્ઠ સૈનિકો છે. આ જ કારણ છે કે પડોશી દેશો તમામ પ્રયાસો છતાં ભારતને કોઈ નુકસાન પહોંચાડવામાં અસમર્થ છે. સરહદની રક્ષા કરતાં ઘણી વખત જવાનો શહીદ થઈ જાય છે. શહીદ પરિવારોના દર્દને કોઈ ઈચ્છે તો પણ સમજી શકતું નથી. સરકાર તે પરિવારોને અલગ અલગ રીતે આર્થિક સહાયની ખાતરી આપે છે. ચાલો જાણીએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે?

સરકાર દરેક રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે

જમ્મુ-કાશ્મીર સરકાર કોઈપણ રાજ્યના સૈનિકના પરિવારને 2 લાખ રૂપિયા આપે છે જે તેની જમીન પર શહીદ થાય છે. શહીદની પત્નીને હવાઈ અને રેલ મુસાફરીના ભાડામાં રાહત મળે છે. આ સિવાય સૈનિકની નોકરી મુજબ પરિવારને ગ્રેચ્યુઇટી, ફંડ અને રજાના પૈસા પણ મળે છે. આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા 10,000 રૂપિયા આપવામાં આવે છે. પરિવારને શહીદ સૈનિકના છેલ્લા પગારની બરાબર પેન્શન મળે છે. 30 હજાર રૂપિયા આર્મી સેન્ટ્રલ વેલફેર ફંડ દ્વારા આપવામાં આવે છે. શહીદ સૈનિકના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મળે છે. સરકાર એલપીજી ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપમાં આઠ ટકા રિઝર્વેશન આપે છે.

આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરફથી પરિવારને  25 લાખ રૂપિયા મળે છે. પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ સીટો પર રિઝર્વેશન છે. પીઆઈબીના જણાવ્યા અનુસાર, એમબીબીએસમાં શહીદ પરિવારો માટે કુલ 42 બેઠકો અનામત છે અને બીડીએસ કોર્સમાં 3 બેઠકો અનામત છે. આ બેઠકો પર માત્ર શહીદોના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય શહીદ પરિવારોની વિધવાઓને ટ્રેન મુસાફરીમાં કન્સેશન માટે કન્સેશન કાર્ડ મળે છે. ગુજરાતમાં શહીદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયા મળે છે. થોડા દિવસ પહેલાં જ સીએમે ગુજરાતના એક શહીદ પરિવારને એક કરોડનો ચેક આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news