વડોદરાના ચાવાળાની દેશભક્તિ : પોતાની આવક આપશે શહીદોના પરિવારોને

 પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારના વહારે આખો દેશ આવ્યો છે. ત્યારે વડોદરામાં એક ચાની લારી ચલાવનાર રમેશ પરમારે દેશના જવાનો માટે એક એવું કામ કર્યું છે, કે જેને લઈ તમને રમેશભાઈ પર ગર્વ થશે.

વડોદરાના ચાવાળાની દેશભક્તિ : પોતાની આવક આપશે શહીદોના પરિવારોને

રવિ અગ્રવાલ/વડોદરા : પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારના વહારે આખો દેશ આવ્યો છે. ત્યારે વડોદરામાં એક ચાની લારી ચલાવનાર રમેશ પરમારે દેશના જવાનો માટે એક એવું કામ કર્યું છે, કે જેને લઈ તમને રમેશભાઈ પર ગર્વ થશે.

વડોદરાના નિઝામપુરામાં રાહુલ ટી સ્ટોલથી રમેશ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. પુલવામામાં આતંકી હુમલમાં શહીદ થયેલા જવાનોના પરિવારની દેશમાં લોકો, સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે તેવી રમેશભાઈને ખબર પડતા તેઓએ પણ શહીદ થયેલા પરિવારના સભ્યોની મદદ કરવા વિચાર કર્યો. રમેશભાઈએ તેમના એક દિવસનો વકરો શહીદ થયેલા જવાનોના પરિવારને આપવાનું નકકી કર્યું. જેના માટે તેમને ચાની લારી પર એક દિવસનો વકરો કલેક્ટર કચેરીમાં જમા કરાવી શહીદોના પરિવારને આપવામાં આવશે તેવા પોસ્ટરો લગાવ્યા. રમેશભાઈ કહે છે કે મારો રોજનો 2500 રૂપિયાનો વકરો થાય છે, જે હું શહીદ થયેલા જવાનોના પરિવારને આપીશ. 

TeaStallVaoddara2.jpg

રમેશભાઈની ચાની લારી પર ચા પીવા આવતા લોકો તેમના સાહસની પ્રશંસા કરી રહ્યાં છે. ચા પીવા આવતા લોકો સરકાર પાસે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તેમજ પાકિસ્તાન સામે યુદ્ધ કરી સબક શીખવાડવાની વાત કરે છે. સાથે આવી જ રીતે સમગ્ર દેશના લોકોએ સેનાના જવાનો સાથે એકજૂટ મળી સેનાનો જુસ્સો વધારવો જોઈએ તેમ કહી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news