વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના

અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના

રવિ અગ્રવાલ/વડોદરા :અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં   

પત્નીથી પોલીસ પતિને થયો કોરોના
તો કારેલીબાગમાં પત્નીના સંક્રમણથી પોલીસ પતિને ચેપ લાગ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ પટેલનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ પટેલ જીઈબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કમલેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં

કોરોનાની વધુ એક વિસ્તારમાં એન્ટ્રી
વડોદરામા વધુ એક વિસ્તારમા કોરોનાની એન્ટ્રી થતાં તંત્ર એક્શનમાં આવી ગયુ છે. ગોરવાના કુરેશા પાર્કની મહિલાનો ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ કુરેશા પાર્કને માઈક્રો રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મોડી રાત્રે જ આ વિસ્તારને પતરા લગાવી સીલ કરી દેવાયો હતો. કુરેશા પાર્ક પાસે આવેલા ગુલમહોર સોસાયટી, રમધામ, રબારીવાસ, વાલ્મીકી નગરને ઓરેન્જ ઝોનમા મૂકાયા છે. 

વડોદરાની 2 હોસ્પિટલને ટેસ્ટની મંજૂરી મળી 
વડોદરાની પારૂલ અને ધીરજ હોસ્પિટલોને કોરોના ટેસ્ટની સુવિધાની પ્રાથમિક મંજુરી મળી ગઈ છે. બંન્ને હોસ્પિટલને એઈમ્સ જોધપુર અને આઈસીએમઆર દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવશે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમા લઈ જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news