Gujarati singer News

લોકચહિતા લોકગાયકની વિદાય : લક્ષ્મણ બારોટના નિધનથી ભજનના એક યુગનો આજે અંત આવ્યો
bhajanik laxman barot died : ગુજરાતમાં ભજનના એક યુગનો આજે અંત આવ્યો છે. ગુજરાતના પ્રખ્યાત ભજનીક અને જામનગરના વતની એવા લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. દેશ દુનિયામાં ભજન માટે જાણીતા ગુજરાતના પ્રખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું આકસ્મિક નિધન થતા ધર્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. આજે સવારે પાંચ વાગ્યે ભજનિક લક્ષ્મણ બારોટએ જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજની યુવા પેઢી પણ લક્ષ્મણ બારોટના ભજનની ચાહક હતી. નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે લક્ષ્મણ બારોટની જુગલબંધી હતી. તેઓ લોકચહિતા ગુજરાતી લોકગાયક હતા. વર્ષો સુધી સંતવાણીની દુનિયામાં લક્ષ્મણ બારોટે રાજ કર્યું. જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓએ ભજનની દુનિયામાં એવી લોકપ્રિયતા મેળવી કે ભવિષ્યની પેઢી પણ તેમના ભજનો સાંભળીને મોટી થશે.
Sep 5,2023, 12:16 PM IST

Trending news