કિંજલ દવેની મુશ્કેલીઓ વધી, નહિ ગાઈ શકે ફેમસ ‘ચાર ચાર બંગડી’ ગીત, હાઈકોર્ટનો સ્ટે લંબાવાયો

Copyright Case Against Kinjal Dave : ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસના વિવાદમાં 28 માર્ચે હવે સુનાવણી હાથ ધરાશે. ત્યા સુધી કિંજલ દવે આ ગીત નહિ ગાઈ શકે 
 

કિંજલ દવેની મુશ્કેલીઓ વધી, નહિ ગાઈ શકે ફેમસ ‘ચાર ચાર બંગડી’ ગીત, હાઈકોર્ટનો સ્ટે લંબાવાયો

char char bangadi wali song : ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં... આ ગીતથી કિંજલ દવે ઘરઘરમાં ફેમસ બની હતી. આ ગીત કિંજલ દવેની ઓળખ બની ચૂક્યું છે. ત્યારે ગુજરાતની આ ગાયિકાને મોટો ઝટકો મળ્યો છે. આ ગીતને લઈને કિંજલ દવેની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. ગીતના કોપીરાઈટ મુદ્દે ચાલી રહેલા કેસમાં કિંજલ દવેની મુશ્કેલીઓ ઔર વધી છે. કિંજલ દવે આ ગીત નહિ ગાઈ શકે. હાઈકોર્ટે આ ગીત પરનો સ્ટે ફરી એકવાર લંબાવી દીધો છે. અગાઉ હાઇકોર્ટે આ સ્ટે 26 માર્ચ સુધી એટલે કે આજની તારીખ સુધી લંબાવ્યો હતો.. જે પછી આજે ફરીથી કોર્ટે સ્ટેને 28 માર્ચ સુધી લંબાવી દીધો. 

ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોપીરાઈટ વિવાદ હજી શમ્યો નથી. આ કેસ હજી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટમાં કેસની મુદત 28 માર્ચ પર ગઈ છે. રેડ રિબોન એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો છે. . જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. ત્યારે રેડ રિબનને વચગાળાની રાહત યથાવત છે. કિંજલ દવે હજુ આ ગીત ગાઈ શકશે નહીં. 

આગામી સુનાવણી સુધી કિંજલ દવે ગીત નહિ ગાઈ શકે
આ મુદ્દે હવે 28 માર્ચે સુનાવણી હાથ ધરાશે. ત્યાં સુધી રેડ રિબનને મળેલ રાહત યથાવત્ છે. એટલે કે હજુ આગામી સુનાવણી સુધી કિંજલ દવે ચાર ચાર બંગડીવાળુ ગીત જાહેર મંચ ઉપરથી ગાઇ શકશે નહીં.

ગીત માટે ઓસ્ટ્રેલિયાના સિંગરનો દાવો 
કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે, આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news