Ganeshji News

ભક્તિ સંગમ: ધાંગ્રધાના એકદંત ગણપતિના કરો દર્શન
આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિ ની સ્થાપના કરે છે. અને ભાદરવા સુદ ચૌદસ ના રોજ વિસર્જન કરે છે. આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા, અર્ચના, તેમજ આરતી કરવામાં આવે છે.ત્યારે ધ્રાગધ્રામાં આવેલ એકદંતા ગણપતિનું આવેલ મંદિર નો વિશેષ મહિમા છે. આ મંદિરની અંદર જે ગણપતિ દાદા ની મૂર્તિ છે. તે ભારતભર માં બે જગ્યા ઉપર જ છે. એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારતમાં આવેલ છે. દાદાની મૂર્તિ ની વાત કરીતો સીધી સૂંઢવાળા અને એકદંત છે. સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે. અને ગણપતિએ સર્પ ની જનોઈ ધારણ કરેલ છે.અને દાદાની મૂર્તિ વિશાળ છે. આ જગ્યા ઉપર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથ ના રોજ હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. અને હવન પણ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર આવેલ આ મંદિર આશરે 200 વર્ષ જેટલું જૂનું છે. ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી.
Sep 12,2019, 11:26 AM IST
ભક્તિ સંગમ:  ગણેશજીએ મૂષકને વાહન તરીકે કેમ પસંદ કર્યું?
Sep 11,2019, 9:35 AM IST
ભક્તિ સંગમ: અમરેલીના લખપતિ ગણેશના કરો દર્શન
ગુજરાતમાં દિન પ્રતિદિન ગણેશ આરાધનાનું મહત્વ વધી રહ્યી છે ત્યારે સાવરકુંડલાના સદભવના ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવણી કરી રહી છે.આ છે સદભવના ગ્રુપનો ગણેશ પંડાલ અહી દેખાઈ રહેલા વિરાટ ગણેશજી ફરતે આદીવાલો છે ચલણી નોટોની રૂપીયા 10 થી લઈને બે હજાર સુધીની ચલણી નોટો થી ગણેશજીને નવાજવામાં આવ્યા છે એક નવા જ હેતુ સાથે લખપતિ ગણપતિને બનવાયા છે. આ લખપતિ ગણેશજી ના દર્શના કરીને ભાવિક ભક્તજનો ભાવવિભોર થઇ જાય છે ગણેશ ભક્તિની શ્રધા અને કળીયુગમાં જેની તે અઢળક લક્ષ્મીને જોયને દર્શનાર્થીઓ ગદગદિત થઇ જાય છે મંદીના સમયમાં ગણપતિજી ને લખપતિ બનાવીને નવાજ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ.આજે અહીં રૂપિયા 999999 લાખનો શણગાર કરવામાં આવ્યો છે.
Sep 11,2019, 10:40 AM IST
ભક્તિ સંગમ: દ્વારકાના સૂર્યમુખી ગણપતિના કરો દર્શન
દ્વારકા આમ તો મન્દીરો નું નગર માનવામાં આવે છે અહીં લાઈટ હાઉસ એટલે કે દીવાદાંડી ના પ્રાગણ માં લગભગ 59 વર્ષ જેટલી જૂનું ગણેશ નું મન્દીર આવેલ છે સ્થાનિક ભક્તો માં અતિ પ્રિય આ સ્થાન મા જમણી સૂંઢં ધરાવતા ચમત્કારિક ગણેશ બિરાજે છે. જયારે 59 વર્ષ પહેલા અહીં લાઈટ હાઉસ ના નવીનીકરણ સમયે અહીં જમીન માંથી આ મૂર્તિ નું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે. અહીં કોઈ પૂજારી નીમવામાં આવ્યા નથી સેવા ભાવિ લોકો અને લાઈટ હાઉસ ના કર્મીઓ સાથે મળી બાપા ની પૂજા અર્ચન અને રોજ બે વખત સવાર સાંજ નિયમિત આરતી પ. કરે છે.બાપા ને નિયમિત શૃંગાર અન્નકૂટ અને દરેક ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે. વળી કેન્દ્ર સરકાર નાં લાઈટ હાઉસ માં સમનાય નાગરિકો પ્રવેશી સકતા નથી પરંતુ અહી ગણેશ મંદિર ને કઈ લોકો ની અવર જવર રહે છે ખાસ દર મંગળ વારે અહી ગણેશ ભક્તો આવે છે.
Sep 10,2019, 9:30 AM IST

Trending news