Ganesh Mahotsav 2022: બોલીવુડ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બપ્પા, જુઓ વિધ્નહર્તાની વિવિધ તસવીરો
Bollywood Ganesha: બોલીવુડમાં આ વર્ષે પણ ધુમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ આ વર્ષે બોલીવુડ સ્ટાર્સ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરી રહ્યા. આવો જોઈએ તસવીરોમાં કે કેવી રીતે બાપ્પાની ભક્તિ કરી રહ્યા છે બોલીવુડના સિતારાઓ.
સોનુ સૂદ
સોનુ સૂદે પણ પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરી છે. જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં ખૂબ જ સરસ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે ઘરે ભાવપૂર્વક ગણપતિજીને પધરાવ્યા છે. મરાઠી અવતારમાં ગણપતિ દાદા સાથે તસવીર શેર કરીને શ્રદ્ધાએ કહ્યું કે આ તેનો માનીતો તહેવાર છે.
શિલ્પા શેટ્ટી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ધૂમધામથી ગણપતિજીની પૂજા કરી તેમનું ઘરે સ્વાગત કર્યું છે.શિલ્પાએ પતિ, દીકરા અને દીકરી સાથેની આ ખૂબસુરત તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
(image courtsey: instagram and twitter)
શાહરુખ ખાન
શાહરુખ ખાને તેના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. શાહરુખ ખાને તેનો અને સૌથી નાના દીકરા અબરામનો ગણપતિજીની સામે બેસીને ફોટો શેર કર્યો છે. સાથે જ તેણે લખ્યું છે કે, મને આ પ્રસંગે બનાવવામાં આવેલા મોદક ખૂબ જ પસંદ આવ્યા છે.
હેમા માલિની
દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ તેમના ઘરે ગણેશ સ્થાપના કરી છે અને ચાહકો સાથે તેની તસવીરો શેર કરી છે. હેમા માલિનીએ લખ્યું છે કે, તેમના ઘરે બાપ્પા 10 દિવસ રહેવાના છે અને અમે તેના માટે ખાસ તૈયારી કરી છે.
દિયા મિર્ઝા
અભિનેતી દિયા મિર્ઝાએ તેના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. જેની સાથેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિયા મિર્ઝાના ઘરે ગણપતિનું ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
Trending Photos