કેવી રીતે મૂષકરાજ બન્યા ગણપતિદાદાનું વાહન? જાણો ઋષિના શ્રાપ સાથે જોડાયેલી રોચક કથા

Ganesh Chaturthi 2022: કોના શ્રાપને કારણે મૂશકરાજને ભોગવવી પડી હતી સજા? કેમ લેવો પડ્યો મૂશકરાજ તરીકે જન્મ? જાણવા જેવી છે આ રોચક કહાની

કેવી રીતે મૂષકરાજ બન્યા ગણપતિદાદાનું વાહન? જાણો ઋષિના શ્રાપ સાથે જોડાયેલી રોચક કથા

Ganesh Chaturthi 2022: વિવિધ દેવી દેવતાઓના અલગ અલગ વાહન હોય છે. માતાજી વાઘ અને સિંહ પર સવાર થાય છે તો ભગવાન શિવ નંદી પર. પરંતુ કેમ માત્ર ભગવાન ગણેશ મૂશક રાજ પર સવાર થાય છે. વિશાળકાય કદના ભગવાન ગણેશ શા માટે એક નાનકડા ઉંદરની સવારી લે છે. આજે આપણે તે પાછળની વાર્તા પર નજર કરીશું. ક્રોંચ નામનો એક દુષ્ટ ગંધર્વ હતો. એક વખત ક્રોંચ સૌભરી નામના ઋષિના આશ્રમે આવ્યો ત્યારે ત્યાં ઋષિ-પત્ની મનોમયી એકલા હતા. ક્રોંચે તેની દુષ્ટતા દાખવીને મનોમયીનો હાથ પકડયો. મનોમયી ગભરાઈને રડવા લાગી, એજ વખતે સોંભરી ઋષિ આશ્રમમાં પાછા આવી પહોંચ્યા. તેમણે દુષ્ટ ગંધર્વ ક્રોંચને શ્રાપ આપ્યો,’ મુષક થા’ પણ પછી દયા આવવાથી ઉ:શાપ પણ આપ્યો. દ્વાપર યુગમાં મુનિ પરાશરને ત્યાં પરમાત્મા અવતાર લેશે. અને તું ગજાનનનું વાહન બનીશ.

ક્રોંચ મુષક બન્યો એની બીજી કથા ગણેશ પુરાણમાં જ છે. એક વાર ક્રોંચ ઉતાવળે ઇન્દ્ર સભામાં જતો હતો ત્યારે એનો પગ મહામુનિ વામદેવને અડ્યો. મુનિએ ક્રોધે ભરાઈને તેને મુષક થવાનો શ્રાપ આપ્યો અને ક્રોંચ ઉંદર થઈ મૂનિ પરાશરના આશ્રમમાં પડ્યો. આશ્રમમાં તેનો ઉપદ્રવ વધી ગયો. એના રોજે રોજના ત્રાસથી ગણેશજીએ તેને બરાબરનો આમળ્યો. હવે તે વિનમ્ર થયો. ત્યારે એ ઉંદરે સ્તૃતિ કરી અને કહ્યું ‘ હવે મને આપના વાહન તરીકે સ્વીકારો.’ એની જ ઇચ્છાથી શાપિત મૂષક ગાંધર્વ ક્રોંચ ગણપતિનું વાહન બન્યો.

ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓનો ખૂબ જ મહિમા છે. તે માનવને પોતાની જાત પૂરતો સિમિત ન રાખતા માનવના સિમાડાને ઓળંગીને તેને પશુ-પક્ષી તેમજ વનસ્પતિ- સૃષ્ટિ પર પણ પ્રેમ કરવાનું શિક્ષણ આપે છે. ગણેશજીનું વાહન ઉંદર છે. લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે જે ગણેશજીના વાહન ઉંદરનું દુશ્મન છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ છે. ભગવાન શંકરના નીલકંઠનો હાર સાપ છે. ગરૂડ સાપનો શત્રુ છે. સાપ પણ ઉંદરનો શત્રુ છે. દેવોએ પશુ-પક્ષીઓને વાહન બનાવી તેમના તરફથી અભયદાન આપ્યું છે. આ રીતે માનવને સંદેશો આપ્યો છે કે આ પશુ-પક્ષીઓના રક્ષણની જવાબદારી તમારા શીરે છે.

ઉંદરને વાહન તરીકે સ્વીકારી લેવામાં ગણેશજીના હૃદયની વિશાળતાના આપણને દર્શન થાય છે. ગણપતિ કૃષિદેવતા પણ કહેવામાં આવે છે. ઉંદર કૃષિ માટે નુકસાનકારક હોવાથી તેઓ તેને નીચે દાબી રાખે છે. વિશ્વમાં ખેતરનો 10% થી 30% પાક ઉંદરો નષ્ટ કરી નાખતા હોય છે. દેશમાં અને ખાસ કરીને વિદેશોમાં ઉંદરોને ખતમ કરવા માટે અનેક પ્રકારના સંશોધનો કરવામાં આવ્યા છે. તેમાં વૈજ્ઞાાનિકો પાછા પડતા હોય એવું લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news