Exclusive News

EXCLUSIVE: આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું, જુનિયર ડોક્ટર્સ દ્વારા હડતાળ સમેટી લેવાઇ
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં બોન્ડેડ અને રેસિડેન્ટ તબીબોની હડતાલના લઈને હજારોની સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે આખરે જામનગરના ડોક્ટર્સ દ્વારા હડતાળ સમેટી લેવાઇની જાહેરાત કરી છે. જો કે આ નિર્ણય માત્ર જામનગર મેડિકલ કોલેજ પુરતો જ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. અન્ય જિલ્લા અંગે દરેક જિલ્લા સ્વાયત રીતે નિર્ણય લેશે. જ્યારે જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન દ્વારા ઇન્ટરન તબીબોએ હડતાલમાંથી પાછા ફરવાનો આદેશ કરાતાં હડતાળિયા તબીબોએ પણ ઇમરજન્સી અને કોવિડ સહિતની આરોગ્ય સેવાઓનો ફરીથી પ્રારંભ કર્યો છે.
Aug 11,2021, 22:08 PM IST

Trending news