સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો

ગુજરાતના ગીર જંગલમાં ક્યારેક ક્યારેક એવા અદભૂત દ્રશ્યો જોવા મળતા હોય છે કે આશ્ચર્યમાં મૂકાઈ જવાય. ગીરના રાજા સિંહો (gir lions) ની હરકત આશ્ચર્ય પમાડે તેવી હોય છે. તાજેતરમાં જ ગીર જંગલના સૌથી સુંદર સિંહની ચર્ચા ચારેકોર થઈ. પરંતુ હવે જંગલની ચોકીદાર સિંહણનો કિસ્સો સામે આવ્યો છે. ગીરની એક સિંહણનો અદભૂત ફોટો સામે આવ્યો છે, જેણે નવ અધિકારીઓનું પણ મન મોહી લીધું છે. 
સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :ગુજરાતના ગીર જંગલમાં ક્યારેક ક્યારેક એવા અદભૂત દ્રશ્યો જોવા મળતા હોય છે કે આશ્ચર્યમાં મૂકાઈ જવાય. ગીરના રાજા સિંહો (gir lions) ની હરકત આશ્ચર્ય પમાડે તેવી હોય છે. તાજેતરમાં જ ગીર જંગલના સૌથી સુંદર સિંહની ચર્ચા ચારેકોર થઈ. પરંતુ હવે જંગલની ચોકીદાર સિંહણનો કિસ્સો સામે આવ્યો છે. ગીરની એક સિંહણનો અદભૂત ફોટો સામે આવ્યો છે, જેણે નવ અધિકારીઓનું પણ મન મોહી લીધું છે. 

ગિરનાર ઉત્તર રેન્જના જાંબુડી થાણા પાસેનો આ ફોટો છે. અહીં વન વિભાગે (forest department) જાંબુડી થાણા પાસે એક બોર્ડ મૂક્યું છે. આ બોર્ડ પર લખેલુ છે કે, ‘ગીર અભિયારણ્ય પ્રતિબંધિત વિસ્તાર છે. કોઈએ બિન અધિકૃત જંગલમા પ્રવેશ કરવો નહિ.’ ત્યારે આ બોર્ડની આગળ સિંહ (lions) લાક્ષણિક મુદ્રામાં ઉભી છે. દીપક વાઢેર નામના શખ્સે પોતાના મોબાઈલમાં સુંદર દ્રશ્ય કેદ કર્યું છે. જાણે કે આ સિંહ જ જંગલની રખેવાળી કરતી હોય. કોઇ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ ન કરે તે માટે સિંહણ ચોકી પેહરો કરતી હોય તેવુ આ તસવીરમાં લાગી રહ્યું છે. 

ત્યારે આ તસવીર પર જીવદયા પ્રેમીઓનું ધ્યાન ખેંચાયું છે. લોકો આ તસવીરને પસંદ કરી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news