Accident zone News

પહાડ પરથી પત્થરો તૂટીને પડી રહ્યા છે છતા ગુજરાતીઓ ગાડી ચલાવી રહ્યા છે
અંબાજી-દાંતા (Ambaji Danta Highway) વચ્ચે ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) માં અકસ્માત નિવારવા રસ્તાને ચાર માર્ગીય બનાવવાની ચાલી રહેલી કામગીરીને લઇ અંબાજી-દાંતા વચ્ચે ગઈકાલથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા કલેકટર દ્વારા પણ આ માર્ગ ઉપર વાહન વ્યવહાર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું (Notification) પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આથી આ માર્ગ પર દાંતા અને અંબાજીથી બંને જગ્યાએ આ રૂટ ઉપર વાહન વ્યવહાર જવા આવવા માટે પ્રતિબંધ ફરમાવતા બોર્ડ મૂકી દેવામાં આવ્યા હતા. અને કેટલીક જગ્યાએ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી, જે વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે. જોકે આ વાહનવ્યવહાર બંધ કરાવવા છતા પણ કેટલાક વાહનચાલકો નિર્ભય રીતે બેખોફ આ માર્ગ ઉપર અવરજવર કરતા નજરે પડ્યા હતા.
Dec 2,2019, 8:52 AM IST
અંબાજી જતા હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહિ તો રસ્તામાં જ અટવાઈ જશો
મુસાફરોથી સતત ધમધમતો અંબાજી-દાંતા વચ્ચેના હાઈવે (Ambaji Danta Highway) ને આજથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે, અહીં આવેલા પ્રખ્યાત ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) પર 18 જેટલા જોખમી વળાંકોને કાપીને રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે આજે 10 વાગ્યાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવશે. બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટના વળાંકો અતિ જોખમી હોવાથી અવારનવાર અકસ્માતો (Accident Zone) માં મોટી સંખ્યામાં લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ અકસ્માત ઝોનમાંથી લોકોને મુક્તિ મળે અને લોકો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે દાંતા-અંબાજી માર્ગ ને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે.  
Dec 1,2019, 9:42 AM IST

Trending news