7 july news News

વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો
ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ગુનો નોંધાતા પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ થયા છે. 
Jul 7,2020, 13:02 PM IST
સુરતનું હાઈટેક કોવિડ સેન્ટર, દરેક બેડ પાસે કિટલી અને બાફ લેવાનું મશીન, દર્દીને ઝૂલવા
સુરતમાં જે રીતે કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તે જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્કની ખાસિયત એ છે કે, ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે કંપનીને તાત્કાલિક મેસેજે મળી જશે. જેથી કંપની દ્વારા ટેન્કમાં ઓક્સિજન રિફીલિંગ કરવામાં આવશે. ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને ઓક્સિજન રિફીલિંગનો મેસેજ મળે છે. બે-ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થઈ જશે. હાલ ચાલી રહેલી કોવિડની મહામરીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 24 કલાકમાં 241 નવા દર્દી નોંધાયા હતા. તો આ સાથે જ કુલ આંકડો 6209 પર પહોંચ્યો છે. 
Jul 7,2020, 12:06 PM IST
લોકડાઉન બાદ પહેલીવાર ખૂલ્યા પાવાગઢ મંદિરના દ્વાર, હેરિટેજ સાઇટ્સ પણ ખુલ્લી મૂકાઈ
Jul 7,2020, 10:02 AM IST
જામનગર જળબંબાકાર, જીવાદોરી સમાન સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો
Jul 7,2020, 9:43 AM IST
દ્વારકામાં 9 ઈંચ વરસાદથી મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાં, પોરબંદરમાં 8 ગામોને એલર્ટ કરા
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટના પડધરીમા પણ 9 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ રાજ્યના 7 તાલુકામાં ૨૪ કલાક દરમિયાન 8 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૨ તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 43 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 100 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
Jul 7,2020, 9:13 AM IST
અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ : 2 મહીના રીક્ષાઓ બંધ રહી, તો હવે ફરી બંધ ન પોસાય તેવું
આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાંકીય સહાયની માગ, સરળ નિયમોને આધારે લોનની માગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકો (Rikshaw strike) ને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના બીલની માફીની માગ ન સંતોષાતા આખરે હડતાળનો નિર્ણય કરાયો છે. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રજૂઆત કરાઈ હતી. જોકે આજની હડતાળમાં કેટલાક રિક્ષાચાલક એસોસિએશન ન જોડાયા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ભૂતકાળની જેમ આ વખતે પણ રીક્ષાચાલકોની હડતાળ અસફળ રહે તેવા  સંકેત લાગી રહ્યાં છે. અમદાવાદ રિક્ષા ચાલકોના બંધનમાં સમર્થનમાં અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા છે. 
Jul 7,2020, 8:47 AM IST
રાજકોટમાં ફૂંફાડા મારતા કોરોનાને કન્ટ્રોલ કરવા કલેક્ટરનો મોટો નિર્ણય, ચા-પાનની દુકાન
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. લોકડાઉન બાદ અનલોક 1 અને હવે અનલોક 2 માં એકાએક કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કેસ ધોરાજી, જસદણ અને ગોંડલ તાલુકામાં જોવા મળી રહ્યા છે. આ માટે વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ ખાસ ચા-પાનની દુકાનો પર લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તે માટે એક સપ્તાહ સુધી ચા-પાનની દુકાને એકઠા થવા બદલે પાર્સલ સુવિધાને જ છૂટ આપવામાં આવી છે. જ્યારે કે અન્ય વેપાર ધંધા દુકાનો સાંજના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 
Jul 7,2020, 7:53 AM IST

Trending news