જામનગર જળબંબાકાર, જીવાદોરી સમાન સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો

24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગર ( Jamnagar) ના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે.  જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકનો સૌથી વધુ વરસાદ જામનગરમાં નોંધાયો છે. કાલાવડમા સાંબેલાધાર 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ, તો જામનગર શહેરમા પણ 10 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોડીયાના બાદનપર અને કાલાવડમા અમુક લોકોની સ્થળાંતરની કામગીરી કરાઈ હતી. 
જામનગર જળબંબાકાર, જીવાદોરી સમાન સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો

મુસ્તાક દલ/જામનગર :24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગર ( Jamnagar) ના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે.  જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકનો સૌથી વધુ વરસાદ જામનગરમાં નોંધાયો છે. કાલાવડમા સાંબેલાધાર 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ, તો જામનગર શહેરમા પણ 10 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોડીયાના બાદનપર અને કાલાવડમા અમુક લોકોની સ્થળાંતરની કામગીરી કરાઈ હતી. 

દ્વારકામાં 9 ઈંચ વરસાદથી મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાં, પોરબંદરમાં 8 ગામોને એલર્ટ કરાયા

ભારે વરસાદથી જામનગરની જીવાદોરી સમાન બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જામનગરમાં સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો થયા છે. મોડી રાત્રે ઉપરવાસમા સારા વરસાદથી બંને ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં આવી ગયા છે. જેથી 
શહેરીજનો માટે પીવાના અને ખેડુતો માટે સિંચાઇના પાણીની સમસ્યાઓ હવે દૂર થઈ જશે. ગઇકાલે એક જ દિવસના વરસાદમા કુલ 10 જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. 

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ રાત્રિના સમયે ઓવરફ્લો થયો હતો. રણજીતસાગર ડેમએ 27.5 ફુટની સપાટી વટાવી હતી. ઉપરવાસના ભારે વરસાદના કારણે રણજીતસાગર ડેમમાં પાણીની આવક વધી છે. રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યો, પરંતું ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત 

તો ભારે વરસાદ બાદ જામનગરના જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરાઈ છે કે, જામનગર જિલ્લામાં દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી, વોકળા, તળાવમાં પાણીનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. ઘણી નદીઓમાં પૂર આવ્યાં છે. તેમજ આજી-4, ઊંડ-1 ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે. અન્ય ડેમમાં પણ પાણીની આવક ચાલુ હોઈ નદીના પટમાં તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવર જવર નહીં કરવા સુચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news