Photos : ગુજરાતણે ચીની યુવકને બનાવ્યો પતિ, પરિવાર પણ ખુશ છે આ ચાઈનીસ જમાઈથી...

ચીન સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ વસ્તુઓનો લોકો બહિષ્કાર કરી રહ્યાં છે. ચીન પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારત અને ચીન દુશ્મન હોય તેનો માહોલ સમગ્ર દેશમાં ઉભો થયો છે. ત્યારે અમદાવાદના એક ગુજરાતી પરિવારે ચીની પર વિશ્વાસ કર્યો છે અને અમદાવાદના આ પરિવારે એક ચીનીને પોતાનો જમાઈ બનાવ્યો છે. હાલ આ ચીની અમદાવાદી પરિવારના જમાઈ બનીને રહે છે. 

આશકા જાની/અમદાવાદ :ચીન સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ વસ્તુઓનો લોકો બહિષ્કાર કરી રહ્યાં છે. ચીન પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારત અને ચીન દુશ્મન હોય તેનો માહોલ સમગ્ર દેશમાં ઉભો થયો છે. ત્યારે અમદાવાદના એક ગુજરાતી પરિવારે ચીની પર વિશ્વાસ કર્યો છે અને અમદાવાદના આ પરિવારે એક ચીનીને પોતાનો જમાઈ બનાવ્યો છે. હાલ આ ચીની અમદાવાદી પરિવારના જમાઈ બનીને રહે છે. 

1/5
image

ભારત-ચીન બોર્ડર પર સર્જાયેલા તણાવ બાદ ભારત અને ચીનના સંબંધોમાં ખટરાગ આવ્યો છે. મેડ ઈન ચાઈના પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં રહેતા ગુજરાતી પરિવારે એક ચીની વ્યક્તિ પર વિશ્વાસ કરી પોતાનો જમાઈ બનાવ્યો છે. મણીબેનની દીકરી પલ્લવી ગૌતમે ચીનના સીચુઆનના મા હાઈકો સાથે લગ્ન કર્યા છે. પલ્લવી અને મા હાઈકોએ ડિસેમ્બર 2016માં લવ મેરેજ કર્યા હતા. ભારત ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે, પણ પલ્લવી અને મા હાઈકોના સંબંધોમાં કોઈ ખટાશ નથી આવી. હાઈકો છેલ્લા છ મહિનાથી ચાંદખેડામાં પલ્લવીના ઘરે ઘર જમાઈ બનીને રહે છે.

2/5
image

પલ્લવી ચાઈનીઝ ભાષાનો અનુવાદ અને ઈન્ટરપીટેશનની કામગીરી કરે છે. આ માટે પલ્લવીને સમગ્ર દેશમાં ફરવાનું થતું હોય છે. તો ચીનમાં પણ બિઝનેસ મીટિંગ અને એક્ઝિબિશન માટે જવાનું થતું હતું. 2016માં પલ્લવીને આંધ્રપ્રદેશમાં આવે શ્રી સીટીમાં ઓપો મોબાઈલ કંપનીમાં ચાઈનીઝ ઈન્ટરપિટેશનની કામગીરી મળી હતી. અહીં અનેક ચાઈનીઝ કંપનીઓનું કોલોબ્રેશન થવાનું હતું. તે સમયે રાઈઝિંગ સ્ટાર મોબાઈલ કંપનીમાં કામ કરતાં ચીનના સીચુઆનના મા હાઈકો સાથે તે સંપર્કમાં આવી હતી. 

3/5
image

બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતા. આ દરમ્યાન બંનેને પ્રેમ થયો અને લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ પલ્લવીએ મા હાઈકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરાવી અને પલ્લવીના પરિવારજનો પણ પલ્લવીના લગ્ન મા હાઈકો સાથે કરવા માટે તૈયાર થયા. 2016માં બંનેને ભારતીય વિધિ મુજબ લગ્ન કર્યા.

4/5
image

જો કે હાલની પરિસ્થિતિને લઈ માં હાઇકોનું માનવું છે કે, આ રાજકીય ખેલ છે અને તેનાથી અમારા સબંધમાં કોઈ ફરક નહિ પડે. હાઈકોને ગુજરાત ગમે છે. પલ્લવીના પરિવારજનોને મા હાઈકો સારો લાગતા તામના પર વિશ્વાસ કરીને પલ્લવીના લગ્ન તેમની સાથે કર્યાં હતા. પલ્લવી અને મા હાઈકો લગ્ન બાદ બંનેન અલગ અલગ રહે છે. .મા હાઈકો ચીનમાં રહે છે, જ્યારે પલ્લવી ભારતમાં રહે છે. 

5/5
image

જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે પલ્લવી ચીન જાય છે અને બંને એકબીજાને મળે છે. પરંતુ મા હાઈકો જાન્યુઆરીમાં પલ્લવીના ભાઈના લગ્ન માટે અમદાવાદ આવ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન આવવાથી તે છેલ્લા છ મહિનાથી અમદાવાદમાં જ રહે છે. મા હાઈકોનું ગુજરાતી નામ માહી રાખવામાં આવ્યું છે. પલ્લવી અને હાઈકોને આંચી નામની બે વર્ષની એક દિકરી પણ છે. બંનેન લગ્ન પછી ખુશખુશાલ રીતે રહે છે. પલ્લવીના સોસાયટીના લોકો પણ મા હાઈકોને તેમના જમાઈની જેમ જ રાખે છે.