17 ફેબ્રુઆરીના સમાચાર News

આરએસએસના વડાના નિવેદનને સોનમ કપૂરે મૂર્ખપૂર્ણ ગણાવ્યું
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) રવિવારે કહ્યું હતું કે, તલાકના મોટાભાગના કિસ્સા શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ બની રહ્યાં છે. કેમ કે, શિક્ષા અને સંપન્નતા અહંકાર પેદા કરી રહી છે, જેનાથી પરિવાર તૂટી રહ્યો છે. મોહન ભાગવતના આ નિવેદનને લઈને એક્ટ્રેસ સોનમ કપૂરે (Sonam Kapoor) ટ્વિટ કરી છે. તેણે લખ્યું કે, આવુ નિવેદન કોણ સમજદાર વ્યક્તિ આપી શકે છે. આ નિવેદન મૂર્ખતાપૂર્ણ છે. સોનમની આ ટ્વિટ પર જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. કેટલાક લોકો સોનમના પક્ષમાં છે, તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, મોહન ભાગવતે કોઈ વિષય પર પોતાનો મત આપ્યો છે. સોનમે આ પ્રકારની ભાષાનો કેમ પ્રયોગ કર્યો. જેમ રીતે સોનમ પોતાનો મત મૂકે છે, તેમ મોહન ભાગવત પણ કહી શકે છે. 
Feb 17,2020, 15:09 PM IST
રાજકોટના લોકો રહેજો સાવધાન, ફેમસ પ્રદ્યુમન પાર્કમાં ખુલ્લામાં ફરી રહ્યો છે દીપડો
દીપડાના આતંકથી ગુજરાતનો કોઈ જિલ્લા બાકી રહી ગયો નહિ હોય. ગુજરાતમાં ઠેકઠેકાણે રખડતા કૂતરાની માફક હવે દીપડા ફરવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો છે. ગઈકાલે રાત્રે દીપડાએ પાર્કમાંના હરણનું મારણ કર્યું હતું. જેના બાદ પાર્ક સત્તાધીશો અને વન વિભાગે દીપડાને તાત્કાલિક પકડવાની કવાયત હાથ ધરી છે. વન વિભાગ અને RMC એ ઝૂને ખાલી કરાવ્યું છે. તેમજ આજે સામાન્ય નાગરિકો માટે પાર્કની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. હાલ પાર્કમાં વિવિધ સ્પોટ પર 7 પાંજરા મૂકવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી પાર્કના તમામ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી લેવાયા છે. હાલ ટીમ દીપડાને પાંજરા સાથે પકડવા તૈયાર છે. 137 એકરમાં ફેલાયેલા પ્રદ્યુમન પાર્કમાં દીપડાને શોધવા યુદ્ધ ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી અન્ય કોઈ પ્રાણી તેનો શિકાર ન બને. 
Feb 17,2020, 14:15 PM IST
LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્ય
અનામત આંદોલન મામલામાં પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ બિનઅનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી તરફ, LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે. તો સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ રદ્દ કરવા આંદોલન ચાલુ રહેશે તેવુ તેઓનું કહેવુ છે. સરકાર ઠરાવ રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા છે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરતા લોકોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. 
Feb 17,2020, 11:55 AM IST
લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાક
Feb 17,2020, 8:43 AM IST

Trending news