6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ્યો

મોરબી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમ્યાન રિવોલ્વર અને બાર બોર ગનમાંથી જાહેરમાં ધડોધડ ફાયરિંગ કરવાના વીડિયો (video) તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મુદે તપાસ કરાવવામાં આવતા નિવૃત પોલીસ કર્મચારીના દીકરાના જ લગન પ્રસંગમાં જાહેરમાં ધડોધડ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે.

6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ્યો

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમ્યાન રિવોલ્વર અને બાર બોર ગનમાંથી જાહેરમાં ધડોધડ ફાયરિંગ કરવાના વીડિયો (video) તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મુદે તપાસ કરાવવામાં આવતા નિવૃત પોલીસ કર્મચારીના દીકરાના જ લગન પ્રસંગમાં જાહેરમાં ધડોધડ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે.

LRD મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, જે નિર્ણય લીધો છે તેમાં બીજો કોઈ સુધારો કરવાના મૂડમાં અમે નથી

સામાન્ય રીતે લગ્ન પ્રસંગ હોય એટલે પરિવારજનો સહિતનાઓમાં આનંદની લાગણી હોય છે. જોકે, આનંદને વ્યક્ત કરવા માટે ઘણી વખત હથિયારોમાંથી ફાયરિંગ કરવાનો હવે જાણે ગુજરાતમાં ટ્રેન્ડ બની ગયો છે. ફાયરિગમાં મિસ ફાયર થવાના લીધે કે પછી બીજા કોઇપણ કારણોસર બંદુક, રાયફલ કે રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી પ્રસંગમાં આવેલા અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ કે જોખમી સાબિત થતી હોય છે. આવું એક નહી પરંતુ અનેક વખત બનતું હોય છે, તો પણ લોકો પ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરવાનું બંધ કરતા નથી તે હક્કીત છે.

રાજકોટના લોકો રહેજો સાવધાન, ફેમસ પ્રદ્યુમન પાર્કમાં ખુલ્લામાં ફરી રહ્યો છે દીપડો 

14 ફેબ્રુઆરીની રાતે મોરબી જિલ્લામાં લગ્નના વરઘોડામાં જાહેરામાં ઘડાઘડ ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વીડિયો માળીયા મિયાણા તાલુકાના વાઘરવા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગનો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે દ્વારા તપાસ કરવામાં આવતા નિવૃત્ત પોલીસ કર્મચારી કિશોરસિંહ જાડેજાના દીકરા સત્યપાલસિંહ કિશોરસિંહ જાડેજાના લગ્ન હતા. જેમાં 7 થી 8 ઇસમો દ્વારા જુદા જુદા હથિયારોમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તે વીડિયોમાં વરરાજા સત્યપાલસિંહ કિશોરસિંહ જાડેજા પણ ફાયરીંગ કરતા જોવા મળી રહ્યા છે. જેથી કરીને હાલમાં માળિયા  તાલુકા પોલીસ દ્વારા લગ્ન પ્રસંગના ફુલેકા અને ફેરા વખતે કરવામાં આવેલા ફાયરીંગના બનાવામાં ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news