Kandla port News

પાડાના વાંકે પખાલીને ડામ, ઘઉની નિકાસ વધતા લાકડાના વેપારીઓની કફોડી સ્થિતિ
બંદરે ૩૧ જહાજો બર્થીંગની લાઈનમા ઉભા છે. વિદેશમાં ઘંઉની નિકાસ વધતા જહજોને બર્થીંગ માટે પ્રતિક્ષા કરવી પડે છે. ઘઉંના પાંચ જહાજો જેટી ઉપર અને પાંચ જહાજો બર્થીંગની લાઈનમા છે. ટીમ્બરને પણ પ્રાયોરીટી આપવાનો પ્રસાશન દ્વારા નિર્ણય કર્યો છે. કંડલા બંદરે પ્રવેશવા માટે ૩૧ જહાજો બર્થીંગની લાઈનમાં ઊભા છે ઘઉંની નિકાસ વધવાને કારણે કંડલા બંદરે ટ્રાફિક વધ્યો છે. હાલમાં ૩૧ જેટલાં જહાજો બર્થીંગ મેળવવાની લાઈનમા છે. ઘંઉના પાંચ જહાજો પર હેન્ડલીંગની કામગીરી થઇ રહી છે તો પાંચ જહાજો વેઈટીંગમાં ઉભા છે. બંદરગાહની તમામ ૧૬ જેટીઓ ઉપર વિવિધ કાર્ગો હેન્ડલિંગ થઈ રહ્યું છે. પોર્ટ પ્રશાસન દ્વારા ટિમ્બર માટે પણ પ્રાયોરિટી આપવાનો નિર્ણય કર્યો છે.
May 13,2022, 23:12 PM IST

Trending news