રાજકોટના લોકો રહેજો સાવધાન, ફેમસ પ્રદ્યુમન પાર્કમાં ખુલ્લામાં ફરી રહ્યો છે દીપડો

દીપડાના આતંકથી ગુજરાતનો કોઈ જિલ્લા બાકી રહી ગયો નહિ હોય. ગુજરાતમાં ઠેકઠેકાણે રખડતા કૂતરાની માફક હવે દીપડા ફરવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો છે. ગઈકાલે રાત્રે દીપડાએ પાર્કમાંના હરણનું મારણ કર્યું હતું. જેના બાદ પાર્ક સત્તાધીશો અને વન વિભાગે દીપડાને તાત્કાલિક પકડવાની કવાયત હાથ ધરી છે. વન વિભાગ અને RMC એ ઝૂને ખાલી કરાવ્યું છે. તેમજ આજે સામાન્ય નાગરિકો માટે પાર્કની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. હાલ પાર્કમાં વિવિધ સ્પોટ પર 7 પાંજરા મૂકવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી પાર્કના તમામ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી લેવાયા છે. હાલ ટીમ દીપડાને પાંજરા સાથે પકડવા તૈયાર છે. 137 એકરમાં ફેલાયેલા પ્રદ્યુમન પાર્કમાં દીપડાને શોધવા યુદ્ધ ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી અન્ય કોઈ પ્રાણી તેનો શિકાર ન બને. 

રાજકોટના લોકો રહેજો સાવધાન, ફેમસ પ્રદ્યુમન પાર્કમાં ખુલ્લામાં ફરી રહ્યો છે દીપડો

રક્ષિત પંડ્યા/રાજકોટ :દીપડાના આતંકથી ગુજરાતનો કોઈ જિલ્લા બાકી રહી ગયો નહિ હોય. ગુજરાતમાં ઠેકઠેકાણે રખડતા કૂતરાની માફક હવે દીપડા ફરવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો છે. ગઈકાલે રાત્રે દીપડાએ પાર્કમાંના હરણનું મારણ કર્યું હતું. જેના બાદ પાર્ક સત્તાધીશો અને વન વિભાગે દીપડાને તાત્કાલિક પકડવાની કવાયત હાથ ધરી છે. વન વિભાગ અને RMC એ ઝૂને ખાલી કરાવ્યું છે. તેમજ આજે સામાન્ય નાગરિકો માટે પાર્કની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. હાલ પાર્કમાં વિવિધ સ્પોટ પર 7 પાંજરા મૂકવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી પાર્કના તમામ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી લેવાયા છે. હાલ ટીમ દીપડાને પાંજરા સાથે પકડવા તૈયાર છે. 137 એકરમાં ફેલાયેલા પ્રદ્યુમન પાર્કમાં દીપડાને શોધવા યુદ્ધ ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી અન્ય કોઈ પ્રાણી તેનો શિકાર ન બને. 

ગઈકાલે રાત્રે દિવાલ કૂદીને આવ્યો દીપડો
રાજકોટમાં આવેલું પ્રદ્યુમન પાર્ક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે. અહીં 400થી વધુ પશુપક્ષીઓ આવેલા છે. રાજકોટ તથા આજુબાજુના વિસ્તારોના લોકો માટે પ્રદ્યુમન પાર્ક પ્રખ્યાત છે. ઝૂના અંત ભાગમાં હરણ ખાણુ છે, જ્યાં 6 જેટલા અલગ અલગ પ્રજાતિના 40 જેટલા હરણ મૂકવામાં આવ્યા છે. આ હરણ ખાણુ પાર્કનો અંતિમ છેડો છે, જેના પાછળના ભાગમાં નર્સરી અને જંગલ વિસ્તાર છે. ત્યારે દિવાલ કૂદીને દીપડો અંદર આવ્યો હોય તેવું અનુમાન લગાવાયું છે. દીપડાને પકડવા અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.  

દીપડાને શોધવા લાઈટિંગ વધારાયું
દીપડાની હોવાની જાણ થતા જ પાર્કમાં રાત્રિ દરમિયાન પાંજરા મૂકી દેવાયા હતા. તો આજે સવારે વધુ પાંજરા ગોઠવાયા છે. તેમજ પાર્કમાં લગાવાયેલા સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યાં છે. જોકે, ફૂટેજમાં કોઈ ચિત્ર હજી સુધી સ્પષ્ટ થયું નથી. પાર્કમાં લાઈટિંગ પણ વધારી દેવાયું છે. વધારાની લાઈટ ફીટ કરાઈ છે. જેથી દીપડાને પકડવામાં સરળતા રહે. પરંતુ ઝાડવા વધુ હોવાથી ઝડપી રિઝલ્ટ મળ્યું નથી. તો સાથે જ પાર્કની પાછળના ભાગમાં રહેતા કેટલાક ઝૂંપડાવાસીઓને પણ દીપડા વિશે સતર્ક કરાયા છે.

પાર્કમાં છુપાવવા માટે દીપડાને સલામત જગ્યા છે જ
પાર્ક 137 એકરમાં ફેલાયેલો હોવાથી દીપડાને છુપાવવા માટે પણ પૂરતી જગ્યા અવેલેબલ છે જ. તેથી તે ફરી બહાર આવે તેવી શક્યતા છે. જોકે, હાલ તે અહી જ છુપાયેલું હોય તેવું લાગી રહ્યું છે.  

પાર્કમાં એક પિકનિક પ્લેસ હોવાથી અહીં શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે આવે છે. તો આજુબાજુના લોકો ફરવા આવે છે, ત્યારે આજે તેઓના પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો છે. સવારથી નાગરિકોની એન્ટ્રી બંધ રાખવાનો મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news