ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈને શિવસેનાએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન

શિવસેના (Shiv Sena) ના મુખપત્ર સામના (Saamana) ના તંત્રીલેખમાં અમેરિકા (US) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ભારત મુલાકાતને લઈને કેન્દ્ર પર તીખા પ્રહાર કરવામા આવ્યા છે. તંત્રી લેખમાં કહેવાયું છે કે, ગુલામ ભારતમાં જ્યારે ઈંગ્લેન્ડના રાજા કે રાણી આવતા તો નાગરિકોના રૂપિયાથી તેમના સ્વાગત માટે જેવી તૈયારીઓ થતી હતી, તેવી જ ટ્રમ્પ માટે થઈ રહી છે.
ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈને શિવસેનાએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન

ઝી મીડિયા/બ્યૂરો :શિવસેના (Shiv Sena) ના મુખપત્ર સામના (Saamana) ના તંત્રીલેખમાં અમેરિકા (US) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ભારત મુલાકાતને લઈને કેન્દ્ર પર તીખા પ્રહાર કરવામા આવ્યા છે. તંત્રી લેખમાં કહેવાયું છે કે, ગુલામ ભારતમાં જ્યારે ઈંગ્લેન્ડના રાજા કે રાણી આવતા તો નાગરિકોના રૂપિયાથી તેમના સ્વાગત માટે જેવી તૈયારીઓ થતી હતી, તેવી જ ટ્રમ્પ માટે થઈ રહી છે.

તંત્રી લેખમાં કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ અર્થાત બાદશાદ આગામી સપ્તાહ હિન્દુસ્તાનની મુલાકાતે આવવાના છએ. તેથઈ પોતાના દેશમાં જોરદાર તૈયારી શરૂ છે. બાદશાહ ટ્રમ્પ શું ખાય છે, શું પીએ છે, તેમના ગાદલા-ઓશિકા, ટેબલ, ખુરશી, તેમનો બાથરૂમ, તેમનો પલંગ, લટકતા ઝુમ્મર કેવા હોય તેના પર કેન્દ્ર સરકાર બેઠક, ચર્ચા કરતા દેખાઈ રહી છે.

ગુલામ હિન્દુસ્તાનમાં ઈંગ્લેન્ડના રાજા આવતા હતા, ત્યારે તેમના સ્વાગતમાં આવી તૈયારીઓ થતી, જેના માટે નાગરિકોની તિજોરીમાંથી મોટા ખર્ચ કરવામાં આવતા હતા. મિસ્ટર ટ્રમ્પના મામલે આવુ જ થઈ રહ્યું છે.  

તંત્રી લેખમાં લખ્યું કે, ટ્રમ્પ કોઈ દુનિયાના ધર્મરાજ કે મિ.સત્યવાદી નથી, તેઓ એક અમીર, ઉદ્યોગપતિ અને લક્ષ્મીપતિ છે, અને આપણે ત્યાં જે રીતે મોટા ઉદ્યોગપતિ રાજનીતિમાં આવે છે અથવા રૂપિયાના જોર પર રાજનીતિને મુઠ્ઠીમાં રાખે છે, આવા જ વિચાર ટ્રમ્પના પણ છે. જરૂર પડે તો ગધેડાને પણ બાપ કહેવુ પડે છે. આ દુનિયાની રીત છે.

લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાકમાં

ટ્રમ્પના સ્વાગત માટે હિન્દુસ્તાનમાં કે દિલ્હીમાં કેટલી ઉત્સુકતા છે તે માલૂમ નથી. પરંતુ મોદી-શાહની ગુજરાતમાં ટ્રમ્પનું આગમન સર્વપ્રથમ થવાને કારણે ત્યાં ઉત્સુકતાનું તોફાન આવ્યું છે. ટ્રમ્પને પહેલા ગુજરાતમાં જ કેમ લઈને જઈ રહ્યાં છે. આ સવાલનો યોગ્ય જવાબ મળવો મુશ્કેલ છે. મોદીએ ટ્રમ્પને પહેલા ગુજરાતમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે, તો તેમના આ નિર્ણયનો આદર કરવો જોઈએ. 

તંત્રી લેખમાં એવુ પણ લખ્યું છે કે, ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, તેથી એરપોર્ટ અને એરપોર્ટની બહાર રસ્તા પર મોટાપાયે સમારકામ શરૂ થઈ ગયું છે. આપણે એવું વાંચીએ છીએ કે, ટ્રમ્પ માત્ર ત્રણ કલાકની મુલાકાત માટે આવી રહ્યા છે, પણ તેમના માટે 100 કરોડન રૂપિયા સરકારી તિજોરીમાંથી ખર્ચવામાં આવી રહ્યાં છે. પરંતુ સૌથી મજાની વાત તો એ છે કે, ટ્રમ્પને રસ્તા પરથી ગરીબોના દર્શન ન થઈ શકે તે માટે રસ્તાની બંને બાજુ કિલ્લાની જેમ ઉંચી ઉંચી દિવાલો બનાવવાનું કામ શરૂ કરાયું છે. ટ્રમ્પની નજરથી ગુજરાતની ગરીબી, ઝૂંપડીઓ બચી જશે, તેના માટે આ રાષ્ટ્રીય યોજના હાથમાં લેવામાં આવી છે, એવા કટાક્ષ થવા લાગ્યા છે. ટ્રમ્પને દેશનું બીજુ પાસું ન દેખાય, તે માટે આ ઉઠકબેઠક થઈ રહી છે. 

તંત્રી લેખમાં કહેવાયું છે કે, મોદી 15 વર્ષો સુધી ગુજરાતન રાજ્યના ‘મોટા પ્રધાન’ અને હવે પાંચ વર્ષોથી સમગ્ર દેશના ‘મોટા પ્રધાન’ બની ચૂક્યા છે, તેમ છતાં ગુજરાતની ગરીબી અને બદહાલી છૂપાવવા માટે દિવાલ ચણવાનો વારો કેમ આવ્યો. આવો સવાલ અમેરિકી મીડિયામાં પણ પૂછાઈ શકે છે.

મોદીની જયજયકાર કરવા માટે લોકસભા ઈલેક્શન પહેલા અમેરિકામાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ હાજર રહ્યા હતા. તો હવે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ઈલેક્શન આવ્યું છે, અને ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સીધી રાજનીતિક યોજના છે. ગુજરાતના અનેક લોકો અમેરિકામાં છે, તેમ છતા પણ તેનો રાજકીય વિરોધ ન થવો જોઈએ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news