13 માર્ચના સમાચાર News

‘તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો?’ કહીને આરોપીએ કર્યું જજનું અપમાન
મોરબીની ચીફ જયુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગઈકાલે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે મુદતે હાજર રહેલા આરોપીને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજૂઆત માટે ઉપસ્થિત રહેવા જજે કહ્યું હતું. ત્યારે ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ કોર્ટમાં ઉભા થઇને જજની સાથે અભદ્ર વર્તન કરીને અશોભનીય કહેવાય તેવા શબ્દોનો પ્રયાગો કર્યો હતો. આટલું જ નહિ, આરોપીએ કોર્ટમાં વકીલનો કાંઠલો પકડીને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બનાવના વિરોધમાં આજે મોરબી જિલ્લા બાર એસો.ના સભ્યો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા છે. તેમજ આ આરોપી વકીલ તરીકે મોરબી બાર એસોસિયેશનના કોઈ સભ્ય નહિ રોકી શકે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.
Mar 13,2020, 15:59 PM IST
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ભર્યા ફોર્મ, પણ ભાજપ વિજય મુહૂર્ત ચૂક
Mar 13,2020, 15:29 PM IST
બંગાળને હરાવીને સૌરાષ્ટ્રનો શાનદાર વિજય, Ranji Trophy જીતી ઈતિહાસ સર્જ્યો
રણજી ટ્રોફી (ranji trophy) ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર (#SAUvsBEN) વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત મેળવી છે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળની ટીમે 10 વિકેટ ગુમાવી 381 રન કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં અર્પિત વસાવડાની સદી અને ચેતેશ્વર પૂજારા સહિત 3 ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્ર (saurastra) ને જીત મળી છે. તો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ અંતર્ગત  સૌરાષ્ટ્રની ટીમે આ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. સતત ત્રણવાર ફાઇનલમાં હાર બાદ આજે સૌરાષ્ટ્રની ટીમ ચોથી ફાઇનલ મેચમાં શાનદાર જીત મેળવી શકી હતી. 
Mar 13,2020, 15:03 PM IST
છીછીછી..... ટોયલેટમાં ધોવાયું ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર, ગુજરાતનો છે આ વીડિયો
Mar 13,2020, 10:54 AM IST
ફોર્મ ભરતા પહેલા નરહરિ અમીનનો કોંગ્રેસને ટોણો, ‘તમારો આંતરિક મતભેદ ભાજપને જીતાડશે...
Mar 13,2020, 10:31 AM IST
ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ
Mar 13,2020, 9:33 AM IST
સોનાથી લદાયેલા દાગીના સાથે હોળીએ ગરબે ઘૂમી મહેર સમાજની મહિલાઓ...
Mar 13,2020, 8:50 AM IST
રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) હવે ભારે રોમાંચક બની રહેવાની છે. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ  અમીન (narhari amin) ના નામની જાહેરાત કરાઈ છે. આમ, ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે. ભાજપે અગાઉ સત્તાવાર રીતે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. બાદમાં કોગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીન ફોર્મ ભરશે. તો કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવારી નોંધાવશે. બંને પાર્ટીના ઉમેદવારો વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. નોંધીનીય છે કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, અને 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે.
Mar 13,2020, 8:25 AM IST

Trending news