જેટકોની ટીમે લાખ પ્રયાસો કર્યા, છતાં હાઈન્ટેશન લાઈન પર ચઢેલા આઠ વાનર સળગીને મર્યાં

નેત્રંગના મોટામાલપોર ગામે અત્યંત આઘાતજનક બનાવ બન્યો હતો. હાઈન્ટેન્શન લાઈન પર વાનરોનું ટોળું ચઢી જતા એકસાથે આઠ જેટલા વાનરો મોતને ઘાટ ઉતર્યા હતા. હાઈન્ટેન્શન ટાવરની નીચે વાનરોના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો સાથે જ પ્રાણીપ્રેમીઓમાં પણ દુખની લાગણી ફેલાઈ ગઈ હતી. 
જેટકોની ટીમે લાખ પ્રયાસો કર્યા, છતાં હાઈન્ટેશન લાઈન પર ચઢેલા આઠ વાનર સળગીને મર્યાં

ભરત ચૂડાસમા/ભરૂચ :નેત્રંગના મોટામાલપોર ગામે અત્યંત આઘાતજનક બનાવ બન્યો હતો. હાઈન્ટેન્શન લાઈન પર વાનરોનું ટોળું ચઢી જતા એકસાથે આઠ જેટલા વાનરો મોતને ઘાટ ઉતર્યા હતા. હાઈન્ટેન્શન ટાવરની નીચે વાનરોના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો સાથે જ પ્રાણીપ્રેમીઓમાં પણ દુખની લાગણી ફેલાઈ ગઈ હતી. 

બન્યું એમ હતું કે, મોટામાલપોર પાસે આવેલ જેટકોના 66 કેવીના ટાવર લાઈન ઉપર ૨૨ જેટલા વાનરોનું ઝુંડ ચડી ગયું હતું. ઘટનાની જાણ ગામના સરપંચ અને સ્થાનિક રહીશોને થતાં તેઓએ જેટકોને આ મામલે જાણ કરી હતી. જેથી જેટકો ટીમના ૧૨ જેટલા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાનરોને બચાવવા રાજપારડી-નેત્રંગ આવતી હેવી ટાવર લાઈનનો પાવર સપ્લાય તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો હતો. તો સાથે જ જીવના જોખમે જેટકોની ટીમ ટાવર ઉપર ચઢી હતી અને વાનરોને બચાવી લેવાના તમામ પ્રયાસો કરાયા હતા.

સ્થાનિક રહીશોએ વાનરોને ટાવર ઉપરથી નીચે ઉતારવા માટે કેળા અને વેફર લાવી નીચે મૂકી દીધા. તેમ છતાં વાનરોના ઝુંડમાંથી મોટા વાનરો નીચે ઉતર્યા ન હતા. તો બીજી તરફ, પાવર સપ્લાય વધુ સમય સુધી બંધ રાખવાથી સરકારને મોટું નુકસાન થવાની શક્યતાઓ હોવાથી વીજ પુરવઠો ફરી ચાલુ કરી દેવાયો હતો. આમાં છ વાનરોને કરંટ લાગતા સળગી ઉઠ્યા હતા. આમ હાઈટેન્શન લાઈન પર કુલ આઠ વાનર કરંટ લાગતા મોતને ભેટયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news