છીછીછી..... ટોયલેટમાં ધોવાયું ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર, ગુજરાતનો છે આ વીડિયો

રેસ્ટોરન્ટ્સ અને હોટલના સંચાલકો ગ્રાહકોના હેલ્થ સાથે કેવા કેવા ચેડા કરે છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. પૂરતા રૂપિયા ચૂકવ્યા છતાં લોકોને હેલ્ધી ફૂડ પિરસાતું નથી. ત્યારે હવે વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વલસાડના ખાનગી મલ્ટીપ્લેક્સ સિનેમાનો વીડિયો વાયરલ થયો છે. જે ખરેખર ચોંકાવનારો છે. ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર ટોયલેટમાં ધોવાતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ખાવાની વસ્તુ જેમાં બનતી હોય એ સૌથી વધુ અનહાઇજેનિક જગ્યા પર ધોવાઈ રહી છે. ત્યારે આ વીડિયો વલસાડ રાજહંસ સિનેમાનો હોવાની પુષ્ટિ થઈ છે. 
છીછીછી..... ટોયલેટમાં ધોવાયું ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર, ગુજરાતનો છે આ વીડિયો

જય પટેલ/વલસાડ :રેસ્ટોરન્ટ્સ અને હોટલના સંચાલકો ગ્રાહકોના હેલ્થ સાથે કેવા કેવા ચેડા કરે છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. પૂરતા રૂપિયા ચૂકવ્યા છતાં લોકોને હેલ્ધી ફૂડ પિરસાતું નથી. ત્યારે હવે વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વલસાડના ખાનગી મલ્ટીપ્લેક્સ સિનેમાનો વીડિયો વાયરલ થયો છે. જે ખરેખર ચોંકાવનારો છે. ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર ટોયલેટમાં ધોવાતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ખાવાની વસ્તુ જેમાં બનતી હોય એ સૌથી વધુ અનહાઇજેનિક જગ્યા પર ધોવાઈ રહી છે. ત્યારે આ વીડિયો વલસાડ રાજહંસ સિનેમાનો હોવાની પુષ્ટિ થઈ છે. 

ક્યાંક પ્લેટમાં વંદો, ક્યાંક જીવડું, તો ક્યાંક ગંદા કીચનમાં બનતુ ફૂડ... આવા અનેક કિસ્સાઓ વીડિયો મારફતે સામે આવ્યાં છે, જે બતાવે છે કે ગુજરાતના અનેક રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં અનહાઈજેનિક ફૂડ પિરસાઈ રહ્યું છે. એટલું જ નહિ, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ફૂડમાં પણ વંદો નીકળ્યો હતો. ગુજરાત સરકારની ગાઈડલાઈન છતાં આ મામલે કોઈ પગલા લેવાતા નથી અને સંચાલકો બિન્દાસ્તપણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news