ડભોઇ News

શેરી મહોલ્લાની ખબર: ડભોઇના પુંજીબા પાર્ક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય
Dec 30,2019, 17:15 PM IST
શેરી મહોલ્લાની ખબર: જાણો ડભોઇના રહિશોની સમસ્યા વિશે
એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકા વડાપ્રધાનના અભ્યાન ઉપર પાણી ફેરવી રીતે સ્પષ્ટ પણે જણાઇ આવે છે. આજે પણ ડભોઇ નગરમાં ગંદકી અને સફાઇથી રોડ સહિત રહેઠાણ વિસ્તારો ખદ ખદી ઉઠયા છે. જેને લઇને રહીશોમાં ક્યાંકને ક્યાંક રોષ ભભૂકી ઉઠયો છે. ગાંધી ચિંધ્યા માર્ગે હાલ નગરજનો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે. આ વિસ્તારમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. એક મુખ્ય શાકમાર્કેટ આવેલું છે છતાં પણ આખા ગામનો કચરો આ જગ્યા ઉપર નાખવામાં આવે છે જેથી કેટલીક સમસ્યાનો નગરજનોએ સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક વખત નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સભ્યોને રજૂઆત લેખિત તથા મૌખિક કરવામાં આવે છે છતાં પણ તેનું કોઇ નિરાકરણ નથી આવતું જેથી હાલ તે વિસ્તારની આજુબાજુના રહીશો દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે.
Oct 23,2019, 15:44 PM IST
ઇટ્સ માય સ્કુલ: જાણો ડભોઇની વિશ્વભારતી વિદ્યાલયની ખાસિયતો
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇટ્સ માય સ્કુલમાં આજે અમે એક એવી શાળાની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. જે ડભોઇ પંથકમાં છેલ્લા 34 વર્ષથી નામના ધરાવનાર વિશ્વભારતી વિદ્યાલય કાર્યરત છે. શાળા ભણતરની સાથે ઘડતરનું પણ ધ્યાન રાખે છે આ શાળામાં શાળાના સમયની શરૂઆતથી જ એક આધ્યાત્મિક અને શારીરિક ઇવેન્ટ કરાવી શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ સિનિયર કેજી થી ધોરણ ૧૨ સુધીની સફર શરૂ થાય છે આ શાળામાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તહેવારોમાં જન્માષ્ટમી નવરાત્રી જેવા પ્રસંગે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજી બાળકોના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થીઓને આ શાળામાં આવવાનું ખૂબ ગમે છે.
Oct 12,2019, 18:30 PM IST

Trending news