શેરી મહોલ્લાની ખબર: જાણો ડભોઇના રહિશોની સમસ્યા વિશે
એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકા વડાપ્રધાનના અભ્યાન ઉપર પાણી ફેરવી રીતે સ્પષ્ટ પણે જણાઇ આવે છે. આજે પણ ડભોઇ નગરમાં ગંદકી અને સફાઇથી રોડ સહિત રહેઠાણ વિસ્તારો ખદ ખદી ઉઠયા છે. જેને લઇને રહીશોમાં ક્યાંકને ક્યાંક રોષ ભભૂકી ઉઠયો છે. ગાંધી ચિંધ્યા માર્ગે હાલ નગરજનો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે. આ વિસ્તારમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. એક મુખ્ય શાકમાર્કેટ આવેલું છે છતાં પણ આખા ગામનો કચરો આ જગ્યા ઉપર નાખવામાં આવે છે જેથી કેટલીક સમસ્યાનો નગરજનોએ સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક વખત નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સભ્યોને રજૂઆત લેખિત તથા મૌખિક કરવામાં આવે છે છતાં પણ તેનું કોઇ નિરાકરણ નથી આવતું જેથી હાલ તે વિસ્તારની આજુબાજુના રહીશો દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે.