monsoon updates : ગણદેવીમાં કાવેરી નદીમાં 5 ડૂબ્યા, વેણુ નદીમાં કારચાલક બૂરી રીતે ફસાયો
ગણદેવી તાલુકો અને જામજોધપુરમાં પાણીમાં ફસાયેલા લોકોના વીડિયો સામે આવ્યા છે. ગણદેવી તાલુકામાં એક મહિલાનું મોત નિપજ્યું છે, તો જામજોધપુરમાં કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી :ગુજરાતભરમાં વરસાદી માહોલ છે. આવામાં અનેક શહેરોમા વરસાદે કહેર વરસાવ્યો છે. ભારે વરસાદ (heavy rain) ને પગલે લોકોને અનેક લોકો મુસીબતોનો સામનો કરી રહ્યાં છે. તો અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા છે. જેના વીડિયો પણ સામે આવ્યાં છે. ત્યારે ગણદેવી તાલુકો અને જામજોધપુરમાં પાણીમાં ફસાયેલા લોકોના વીડિયો સામે આવ્યા છે. ગણદેવી તાલુકામાં એક મહિલાનું મોત નિપજ્યું છે, તો જામજોધપુરમાં કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
Viral Video માં દેખાઈ મોટી બેદરકારી, કોરોનાના દર્દીઓનું ભોજન કચરાની ગાડીમાં લઈ જવાયું
ગણદેવી તાલુકાના પોંસરી ગામે અજીબ ઘટના બની હતી. પોંસરી ગામમાં ૩ મહિલાઓ સહિત 5 લોકો કાવેરી નદીમાં ડૂબવાનો બનાવ બન્યો છે. 5 લોકોમાંથી 3 વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. જેમાંથી બે લોકોની હાલત હાલ ગંભીર હોવાનું કહેવાય છે. તો કાવેરી નદીમાં હજુ 2 વ્યક્તિઓ લાપતા છે. જ્યારે કે, જયારે એક મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. બે મહિલાઓને વધુ સારવાર અર્થે બીલીમોરા મેંગુષી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જિલ્લાના એક માત્ર ધરમપુર તાલુકામાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ દરિયામાં બારસની ભરતી પણ આવવાની હોય કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જીવ તાળવે ચોંટયા છે.
તો જામજોધપુરના સીદસરમાં વેણુ નદીના વહેણમાં એક કાર ફસાઈ હતી. કૉઝ-વે પરથી પસાર થઈ રહેલી કાર નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પૂરમાં ફસાયેલી કારને જોવા લોકો ઉમટી પડ્યા હતા. કૉઝ-વે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કારચાલકે તેના પરથી પસાર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે કારચાલકે ખોટી રીતે ગાડી આગળ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કાર ચાલકને આ જોખમ લેવું ભારે પડી ગયું હતું. સતત ભારે વરસાદના કારણે વેણુ નદીમાં પાણીની આવક થઈ રહી છે. ધસમસતા પાણીના વહેણમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કારચાલકને ભારે પડી ગયો હતો.
ગત મોડી રાત્રે વરસાદી માહોલમાં વલસાડના લીલાપોર તેમજ વેજલપુર ગામના ચક્રી ફળિયામાં કમર સમા પાણી ભરાઈ ગયા હતા. ન માત્ર રસ્તા પર, પરંતુ વરસાદી પાણી લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. જેના નિકાલનો કોઈ વિકલ્પ નથી. બીજી તરફ બાજુમાં જ ઔરંગા નદી આવેલ છે. જેમાં ઉપરવાસમાં વરસાદને પગલે પાણીનો પ્રવાહ છે. જેથી ગામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. અંદાજિત 15 જેટલા ઘરોમાં 60 થી 65 જેટલા લોકો રહે છે. જેઓ દર વર્ષે આ જ સમસ્યામાં 3 મહિના કાઢે છે. પાણી ભરવાથી તેઓના ઘરોમાં જમવાનું શુદ્ધા નથી બન્યું, જેથી નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધ લોકો પરેશાન છે. તો લોકો સ્થાનિક પ્રશાસન પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
અમદાવાદની કેન્સર પીડિત મહિલાનું ડ્રાઈવ થ્રુ બેસણું, સ્વજનોએ કારમાં જ બેસીને શ્રદ્ધાંજલિ આપી
..તો આવી બનશે લોકોનું, આજે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાશે
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો
દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?
હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ AMCના ઢોર વિભાગના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી
Viral Video માં દેખાઈ મોટી બેદરકારી, કોરોનાના દર્દીઓનું ભોજન કચરાની ગાડીમાં લઈ જવાયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે