અયોધ્યામાં રામ મંદિર માટે સુરતથી જળ-માટી મોકલવા પૂજા કરાઈ

રામ જન્મભૂમિ ખાતે આગામી ઓગસ્ટ માસમાં રામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે રામમંદિર નિર્માણને લઈ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતેથી સુરતની માટી અને તાપીના જલને કળશમાં લઇ શિલાન્યાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ જળ અને માટીનો અયોધ્યા રામ મંદિર બનાવવા ઉપયોગમાં લેવાશે.
અયોધ્યામાં રામ મંદિર માટે સુરતથી જળ-માટી મોકલવા પૂજા કરાઈ

ચેતન પટેલ/સુરત :રામ જન્મભૂમિ ખાતે આગામી ઓગસ્ટ માસમાં રામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે રામમંદિર નિર્માણને લઈ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતેથી સુરતની માટી અને તાપીના જલને કળશમાં લઇ શિલાન્યાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ જળ અને માટીનો અયોધ્યા રામ મંદિર બનાવવા ઉપયોગમાં લેવાશે.

5 ઓગસ્ટના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લામાંથી પવિત્ર માટી આ મંદિરના નિર્માણ માટે ઉપયોગ થાય એવી ભાવના હિન્દુ સમાજની લાગણી અને માગણી છે. 1989 અને 1992ની કાર સેવામાં સુરત શહેરમાંથી પાંચ કારસેવકો જોડાયા હતા. જે કાર સેવકો દ્વારા આજરોજ વરાછાના માનગઢ ચોક ખાતે કે જ્યાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઇ હતી. આવી પવિત્ર કર્ણ ભૂમિ સુરતથી પવિત્ર માટી અને તાપી માતાનું પવિત્ર જળ કળશમાં લેવામાં આવ્યું હતું. આ માટી અને જળ પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમ આજ રોજ સુરતના અલગ અલગ જિલ્લાઓમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news