દીવમાં ખુલી દારૂની દુકાનો, ખૂલતા જ લાગી લાંબી લાઈનો... 

4 મેથી કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી હતી. આ નિર્ણયથી 40 દિવસો બાદ અનેક રાજ્યોમાં દારૂની દુકાનો ખૂલી હતી. 4 મેના રોજ દુકાનો ખૂલતા જ અનેક રાજ્યોમાં દારૂનુ રેકોર્ડબ્રેક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ એક સ્થળે દારૂની દુકાનો ખૂલી ગઈ છે. ગુજરાતના ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. જેમાંથી એક દીવમાં પણ દારૂની દુકાનો ખૂલી ગઈ છે. 42 દિવસ બાદ આખરે દીવમાં વાઈન શોપ ખુલ્લી મૂકવાના આદેશ થયા છે.

દીવમાં ખુલી દારૂની દુકાનો, ખૂલતા જ લાગી લાંબી લાઈનો... 

રજની કોટેચા/દીવ :4 મેથી કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી હતી. આ નિર્ણયથી 40 દિવસો બાદ અનેક રાજ્યોમાં દારૂની દુકાનો ખૂલી હતી. 4 મેના રોજ દુકાનો ખૂલતા જ અનેક રાજ્યોમાં દારૂનુ રેકોર્ડબ્રેક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ એક સ્થળે દારૂની દુકાનો ખૂલી ગઈ છે. ગુજરાતના ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. જેમાંથી એક દીવમાં પણ દારૂની દુકાનો ખૂલી ગઈ છે. 42 દિવસ બાદ આખરે દીવમાં વાઈન શોપ ખુલ્લી મૂકવાના આદેશ થયા છે.

દીવમાં 24 માર્ચ બાદ દારુની દુકાનો ખૂલી છે. જોકે, દારૂની દુકાનો ખૂલતા જ અહી પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સતત 43 દિવસ બાદ દારૂની દુકાનો ખૂલતા લોકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. જોકે, સ્થાનિક લોકો માટે સારી વાત એ છે કે, દીવ જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાયો નથી. તેથી દીવમાં દારૂની દુકાનોની સાથે ખાણીપીણીની દુકાનો પણ ખૂલી જોવા મળી. સમગ્ર જિલ્લામાં દીવમાં 5 અને વણાકબારામાં 1 શોપ ખુલ્લી મૂકાઈ છે. 

અમદાવાદના આ Exclusive દ્રશ્યો તમને હચમચાવી દેશે, એક અફવાથી ભેગા થયા 3000 શ્રમિકો

ઉલ્લેખનીય છે કે, 4 મેથી તમામ રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાના આદેશ અપાયા હતા. લગભગ દરેક રાજ્યોમાં દુકાનો ખૂલ્યા બાદ ભીડ જોવા મળી હતી. અંદાજ 40 દિવસ બાદ દારૂની દુકાનો ખૂલવાથી અનેક રાજ્યની સરકારોની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. અનેક રાજ્યોમાં દારૂનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પહેલા દરેક રાજ્યને માત્ર દારૂની વેચાણથી રોજ 700 કરોડની આવક થતી હતી. ઈન્ટરનેશનલ સ્પીરીટ એન્ડ વાઈન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અમૃત કિરણ સિંહે જણાવ્યું કે, 2019-20 ફાઈનાન્શિયલ વર્ષમાં તમામ રાજ્યોની વાર્ષિક આવક 2.48 લાખ કરોડ રૂપિયા રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news