આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ સીલ, સંચાલક-મેનેજરની અટકાયત, CM રૂપાણીએ સહાયની જાહેરાત કરી

અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની આઈસીયુમાં લાગેલી આગમાં અંદરથી નજારો જુઓ તો ધ્રૂજારી પેદા થાય તેવો છે. સમગ્ર આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે, અને કાળો બની ગયો છે. આવામાં આગ કેવી વિકરાળ હશે તે સમજી શકાય છે. આ આગે 8 દર્દીઓનો જીવ લીધો છે, જેઓ કોરોનાથી મુક્ત થવા માટે સારવાર લઈ રહ્યા હતા. શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતની અટકાયત કરાઈ છે. હોસ્પિટલના મેનેજરની પણ અટકાયત કરાઈ છે.
આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ સીલ, સંચાલક-મેનેજરની અટકાયત, CM રૂપાણીએ સહાયની જાહેરાત કરી

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની આઈસીયુમાં લાગેલી આગમાં અંદરથી નજારો જુઓ તો ધ્રૂજારી પેદા થાય તેવો છે. સમગ્ર આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે, અને કાળો બની ગયો છે. આવામાં આગ કેવી વિકરાળ હશે તે સમજી શકાય છે. આ આગે 8 દર્દીઓનો જીવ લીધો છે, જેઓ કોરોનાથી મુક્ત થવા માટે સારવાર લઈ રહ્યા હતા. શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતની અટકાયત કરાઈ છે. હોસ્પિટલના મેનેજરની પણ અટકાયત કરાઈ છે.

કર્મચારીએ પહેરેલી PPE કીટને કારણે શ્રેય હોસ્પિટલના ICUમાં આગ વધુ ફેલાઈ : નાયબ મુખ્યમંત્રી 

મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 3-30 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટના બેડ પાસે અચાનક સ્પાર્ક થયો. રાતે 3.30 વાગ્યે 8 નંબરના બેડ પાસે કોઈ કારણસર શોર્ટસર્કિટ થયું હતું. આગને જોઈને હોસ્પિટલમાં કાર્યરત એક કર્મચારી જે આઈસીયુના દર્દીઓની દેખરેખ રાખતા હતા. તેમણે પીપીઈ કીટ પહેરી હતી. તેઓ તાત્કાલિક ત્યા દોડીને પહોંચી ગયા હતા. કમનસીબે પીપીઈ કીટ પણ ઝડપથી આગના ઝપેટમાં આવી ગઈ હતી અને થોડી જ મિનીટમાં આખો આઈસીયુ વોર્ડ આગની જ્વાળામાં ફેલાઈ ગયો હતો. આ આગમાંકોરોનાના 8 દર્દીઓના ગૂંગળામણને કારણે મોત નિપજ્યા છે. તાત્કાલિક હદે કોરોનાના અન્ય દર્દીઓને કોર્પોરેશનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આગ પહેલા માત્ર આઈસીયુમાં લાગી હતી, પણ બીજા દર્દીઓને કંઈ ન થાય તે માટે તાત્કાલિક દર્દીઓને બીજે શિફ્ટ કર્યાં હતા.   

આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 35 જેટલા ફાયરના જવાનો અને 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આગમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના અધિકારી અને સ્ટાફ પોતાના જીવની ચિંતા કર્યા વિના બચાવ કામગીરી કરી હતી. 

આગમાં માર્યા ગયેલા દર્દીઓના નામ

  • આરિફ મંસૂરી, 42 વર્ષ
  • નવનીત શાહ, 80 વર્ષ
  • લીલાવતી બેન શાહ, 72 વર્ષ
  • નરેન્દ્ર શાહ, 61 વર્ષ
  • અરવિંદ ભાવસાર, 78 વર્ષ
  • જ્યોતિ સિંધી, 55 વર્ષ
  • મનુભાઈ રામી, 82 વર્ષ 
  • આઈશાબેન તિરમીઝી, 51 વર્ષ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news