STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’

નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે, ત્યારે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. આવામાં એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે કે નિસર્ગ વાવાઝોડું (Cyclone Nisarg) વધે તો બસો રોકી દેવી. જેથી હવે ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. તેઓને આદેશ આપ્યા છે કે, વાવાઝોડું દેખાય તો બસ જ્યાં હોય ત્યાં સેફ જગ્યાએ રોકી દેવાની. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી લોકડાઉનને કારણે રાજ્યભરમાં એસટી બસો કોરોનાને કારણે બંધ રખાઈ હતી. જે બાદ હવે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી સાહિતમાં જોવા મળી શકે છે. જેથી એસટી બસમાં મુસાફરોને લઇ જવા માટે પરિસ્થતિ મુજબ તકેદારી રાખી દેવાઈ છે. 
STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’

આશ્કા જાની/અમદાવાદ :નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે, ત્યારે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. આવામાં એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે કે નિસર્ગ વાવાઝોડું (Cyclone Nisarg) વધે તો બસો રોકી દેવી. જેથી હવે ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. તેઓને આદેશ આપ્યા છે કે, વાવાઝોડું દેખાય તો બસ જ્યાં હોય ત્યાં સેફ જગ્યાએ રોકી દેવાની. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી લોકડાઉનને કારણે રાજ્યભરમાં એસટી બસો કોરોનાને કારણે બંધ રખાઈ હતી. જે બાદ હવે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી સાહિતમાં જોવા મળી શકે છે. જેથી એસટી બસમાં મુસાફરોને લઇ જવા માટે પરિસ્થતિ મુજબ તકેદારી રાખી દેવાઈ છે. 

નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું

આ મામલે ડેપો મેનેજર એચ.એન દવેએ જણાવ્યું કે, રાજ્યમાં ફરી રહેલી બસમાં ફરજ બજાવી રહેલા કંડક્ટર અને ડ્રાઈવરના કોન્ટેક્ટ નંબર રાખવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવાનું હશે તો આ નંબર ઉપર સંપર્ક કરવામાં આવશે. જેતે વિસ્તારમાં કોઈ પણ બસને મદદ પહોંચાડવાની હશે તો જે તે વિસ્તારના કલેક્ટરનો પણ મદદ માટે સંપર્ક કરવામાં આવશે.

અમદાવાદ ગીતા મંદિર ડેપોમાં કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો 
અમદાવાદમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે એસટી તંત્ર એલર્ટ બન્યું છે. ગીતામંદિર એસટી ડેપો ખાતે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. દક્ષિણ ગુજરાત તરફ જતી બસો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ વાવાઝોડાને પગલે બસ ફસાય તો કંટ્રોલ રૂમ દ્વારા મદદ મળશે. નિસર્ગ વાવાઝોડાને લઈને બસ સેવામાં ઉભી થતી અડચણને લઈને કંટ્રોલ રૂમ કામગીરી કરી રહ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને કંટ્રોલ રૂમમાં સ્ટાફની તકેદારી માટે લેવાયા પગલાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news