ગુજરાતી સમાચાર News

શું CM યોગી BJPનો રાષ્ટ્રીય ચહેરો બની ગયા? 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો નક્
પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાને ગણતરીના કલાકોની વાર છે ત્યાં બધાનું ધ્યાન હવે તેના ઉપર છે કે કયા રાજ્યમાં કોની સરકાર બને છે. એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે. આવામાં આંકડાઓના આધારે પાર્ટીઓ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. આ બધા વચ્ચે એક આંકડો જે સામે આવ્યો છે તે છે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ચૂંટણી રેલીઓનો. ખુબ જ ઝડપથી ઉત્તર પ્રદેશની બહાર પણ ભાજપના એક મોટા સ્ટાર પ્રચારક તરીકે તેઓ ઉભરી રહ્યાં છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે પાર્ટી માટે જબરદસ્ત પ્રચાર કર્યો. સીએમ યોગીએ ચૂંટણીમાં અલી અને બજરંગબલીથી લઈને દલિત હનુમાન સુદ્ધાની ચર્ચા  કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ 4 રાજ્યોમાં કુલ 74 ચૂંટણી સભાઓને સંબોધિત કરી. 
Dec 10,2018, 7:00 AM IST

Trending news