Virat Kohli: વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો!

Virat Kohli Watch: દુનિયાના ધુરંધર બેટ્સમેનમાં સામેલ વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર પ્લેયર્સ સાથે એક તસવીર લીધી હતી. જેમાં માત્ર વિરાટની ઘડિયાળની જ ચર્ચા થઈ રહી છે

Virat Kohli: વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો!

Virat Kohli departs for Australia: ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે. ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. જીતના લક્ષ્યાંક સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેદાનમાં ઉતરશે. 

વિરાટ કોહલીએ શેર કરી તસવીર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોલહીએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી પ્લેયર્સ સાથેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તેમની સાથે યજુવેન્દ્ર ચહલ અને પેસર હર્ષલ પટેલ નજર આવી રહ્યાં છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે જવા રવાના. આવનારા દિવસો શાનદાર હશે. તેની સાથે જ ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટની ઘડિયાળ તો જુઓ
વિરાટ કોહલીની આ તસવીરમાં તેમની ઘડિયાળ પણ નજર આવી રહી છે. તેના પર અનેક ફેન્સની નજર અટકી ગઈ હતી. લોકોએ તેની કિંમત પણ માલૂમ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, આ રોલેક્સ કંપનીની ઘડિયા છે. રોલેક્સની સાઈટ પરથી માલૂમ પડ્યું કે, આ મોડલ Dayton છે, જેની કિંમત 28 લાખ રૂપિયા છે. એટલુ જ નહિ, આ મોડલને પોતાના ઈચ્છા મુજબ બનાવી શકાય છે. વિરાટે જે મોડલ પહેર્યું છે, તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે અનેક ઘડિયાળનું કલેક્શન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news