Mars Transit 2022: ગ્રહોના સેનાપતિ મંગળનું રાશિ પરિવર્તન થશે, 6 રાશિવાળાના ભાગ્યમાં સોનાનો સૂરજ ઉગશે

Mangal Rashi Parivartan: 16 ઓક્ટોબરથી ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે, તેઓ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેથી કેટલાક રાશિના જાતકોનો ભાગ્યનો ઉદય થશે

Mars Transit 2022: ગ્રહોના સેનાપતિ મંગળનું રાશિ પરિવર્તન થશે, 6 રાશિવાળાના ભાગ્યમાં સોનાનો સૂરજ ઉગશે

Mangal Rashi Parivartan 2022: ગ્રહોનું રાશિ પરિવર્તન જ્યોતિષ શાસ્ત્રમાં બહુ જ ઉપયોગી બને છે. ગ્રહોના પરિવર્તનથી કોઈને કોઈ રાશિ પર અસર પડે જ છે. આ અસર સારી પણ હોય છે અને ખરાબ પણ. કોઈના માટે તે શુભ સમય લાવે છે તો કોઈના માટે ખરાબ. આ મહિને 16 ઓક્ટોબરના રોજ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યું છે. તે તુલા રાશિમા પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિવાળાઓની કિસ્મત ચમકી જશે. 

કર્ક રાશિ
ઘરના કોઈ વડીલથી તમને ઘન લાભ થવાનો છે. પરિવારની સાથે ધાર્મિક યાત્રાનું પ્લાનિંગ શક્ય બની શકે છે. ભાઈઓનો સહયોગ મળશે. રોકાયેલા નાણાંની પ્રાપ્તિ થશે. જ્યાં નોકરી કરી રહ્યાં છો, ત્યાં અધિકારીઓ પાસેથી સહયોગ મળશે. સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે.

કન્યા રાશિ
વેપારીો માટે મંગળ રાશિનું પરિભ્રમણ અતિશુભ સાબિત થશે. બિઝનેસમાં વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ રહેશે. ઘરમાં માંગલિક કાર્યો થશે. નોકરીમાં પરિવર્તન ઈચ્છો છો તો આ યોગ્ય બદલવા માટે યોગ્ય છે. માતાનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. નવુ વાહન ખરીદવાની તૈયારી રાખજો. 

તુલા રાશિ
મંગળના ઓક્ટોબરમા ગોચર કરવાની સાથે જ તુલા રાશિના લોકોની કિસ્મત ચમકી જશે. ધનની પ્રાપ્તિ થશે અને બચતમાં પણ વધારો થશે. પ્રગતિના માર્ગ આપોઆપ ખૂલી જશે. વાહન સુખમાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. 

વૃશ્ચિક રાશિ
મંગળના રાશિ પરિવર્તનથી આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે. માતાનો સહયોગ પ્રાપ્ત થશે. ઘર-પરિવારની સુખ સુવિધાઓનો વ્યાપ વધશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળળે, ધન પ્રાપ્તિના યોગ બનશે. 

મકર રાશિ
નોકરીમાં ટ્રાન્સફર થવાના યોગ છે. સાથે જ તમારી સંપત્તિમાં પણ વધરાવો થઈ શકે છે. કોઈ કાર્યક્રમમાં તમારું જવાનુ થશે. તમારી પ્રગતિના પણ યોગ બની રહ્યાં છે. આવકમાં વધારો થશે. તેમજ માતાનો સહયોગ પ્રાપ્ત થશે.  

કુંભ રાશિ
મન પ્રસન્નિત રહેશે. જોકે, આત્મસંયમ બનાવી રાખો. કોઈની વાતમાં ન આવો અને ગુસ્સો કરવાથી દૂર રહો. નહિ તો તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારી આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યાં છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, પ્રમોશન પણ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news