તારી સાથે કોણ લગ્ન કરશે, તારું શરીર પુરુષ જેવું થઈ જશે... પપ્પાની પરી નિધિએ 6 મેડલ લાવીને મ્હેણું ભાંગ્યું!
Girls Power : સુરતમાં એક પિતાનું અધૂરું રહી ગયેલું સપનુ દીકરી સાકાર કરી રહી છે, ટેમ્પા ચાલકની દીકરીએ પાવર લિફ્ટિંગ અને વેઇટ લીફ્ટિંગમાં રાષ્ટ્રીય કક્ષા પર છ ગોલ્ડ મેડલ મેળવ્યા
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : ‘તારી સાથે કોણ લગ્ન કરશે? તારું શરીર પુરુષ જેવું થઈ જશે....’ પરિવારના સભ્યો આવું કહીને મ્હેણાં ટોણા મારતા હતા. પરંતુ સુરતમાં ટેમ્પો ચાલકની દીકરીએ પાવર લિફ્ટિંગ અને વેઇટ લીફ્ટિંગમાં રાષ્ટ્રીય કક્ષા પર છ ગોલ્ડ મેડલ મેળવીને સૌને ચૂપ કરી દીધા. પુરુષ પ્રદાન આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે રૂઢિવાદી વિચારધારાઓને નજર અંદાજ કરી આજે 25 વર્ષીય નિધિ ગાંધીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ટેમ્પા ચાલક પિતાએ દીકરીના સપના પૂરા કર્યા
‘મારી છોરી છોરો સે કમ નહિ હૈ કે...’ આ વાક્ય ફિલ્મમાં આપણે સાંભળ્યું હશે. પરંતુ આ વાક્ય હકીકતમાં જિંદગીમાં સાર્થક કરી એક પિતાની અથાગ મહેનતથી પુત્રીને છ ગોલ્ડ મેડમ મળ્યા છે. તારી સાથે કોણ લગ્ન કરશે ? તારું શરીર પુરુષ જેવું થઈ જશે.. અમે લોકોને શું કહીશું.. પરિવારના સભ્યો આ વાક્ય હંમેશા કહેતા હતા. હાલમાં જ ગુજરાત સ્ટેટ સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સુરતનું નામ રોશન કર્યું
એકદમ સામાન્ય પરિવારથી આવનાર નિધિ ગાંધીને હવે ફરીથી એક વખત રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક મળી છે. નિધિ એક રૂઢિવાદી પરિવારથી આવે છે. જ્યાં કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમના પરિવારની દીકરી વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ જેવા ક્ષેત્રમાં જશે. જ્યારે નિધિને આ ક્ષેત્રમાં જવાની રૂચી આવી ત્યારે પરિવારના તમામ સભ્યો તેને આ ક્ષેત્રમાં જવાની ના પાડતા હતા. ખાસ કરીને નિધિની માતા દ્વારા તેને અવારનવાર મહેણા ટોણા મારવામાં આવતા હતા કે તારી સાથે કોણ લગ્ન કરશે ? તારું શરીર પુરુષ જેવું થઈ જશે.. અમે લોકોને શું કહીશું..પરંતુ તમામ મ્હેણાં ટોના ને નજર અંદાજ કરી પોતાની ઉપર વિશ્વાસ મૂકી આજે એક ટેમ્પો ચાલકની દીકરી દેશભરમાં સુરતનું નામ રોશન કરી રહી છે.
પિતાનું અધુરું રહેલુ સપનું નિધિ પૂરું કરશે
નિધિની સફર સહેલી નહોતી. કારણ કે પરિવારમાં કોઈ દીકરીએ ક્યારે આ ક્ષેત્રમાં જવાનું વિચાર્યું ન હતું. નિધિની માતા હમેશા કહેતી હતી કે જો તું આ ક્ષેત્રમાં જશે તો તારી સાથે લગ્ન કોણ કરશે ? તારું શરીર પુરુષ જેવું થઈ જશે.. પરંતુ આ બધી બાબતોને સાઈડમાં મુકીને તેને પોતાના સપનાને સાકાર કરવા પિતા દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પિતા પોતે અગાઉ વેઇટ લિફ્ટિંગ કરતા હતા પરંતુ ઘરની જવાબદારીના કારણે તેમને વેટ લિફ્ટિંગ છોડી દીધું હતું. પરંતુ સમાજ અને દુનિયામાં પોતાની દીકરી નામ રોશન કરે તે માટે પિતાએ તેની પાછળ મહેનત કરવાનું શરૂ કર્યું હતું.
મીરાબાઈ ચાનુને જોઈને નિધિને પ્રેરણા મળી
નિધિ અગાઉ પાવર લિફ્ટિંગ કરતી હતી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે વેઇટ લિફ્ટિંગ કરી રહી છે. પરિવારના લોકો એક તરફ પરંતુ નિધિના પિતા નિધિની સાથે હતા. આ જ કારણ છે કે આ ક્ષેત્રમાં તે ભારે વિરોધ બાદ પણ આગળ આવી હાલતે નેશનલમાં 71 કિલોગ્રામ કેટેગરીમાં સિલેક્ટ થઈ છે જે માટે તે તડામાર તૈયારીઓ કરી રહી છે. નિધી ગાંધીએ હ્યુમન રિસોર્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પરિવારના કહેવા પર તેને ભણતર તો કર્યું પરંતુ તેની રીત રુચિ પાવર લિફ્ટિંગ અને વેટલીંગ પર હતી. મુંબઈ સહિત અન્ય શહેરોથી નોકરીની સારી તક પણ મળી રહી હતી, પરંતુ તેની રુચિ માત્ર પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગમાં હતી. વર્ષ 2020માં ઓલમ્પિક ગેમમાં મીરાબાઈ ચાનુને જોઈને તેને પ્રેરણા મળી હતી.
ટેમ્પો ચલાવીને પોતાની દીકરીનો સપના પૂર્ણ કરનાર પિતા કનૈયાલાલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની પત્ની હંમેશા નિધીને કહેતી હતી કે તારા સાથે કોણ લગ્ન કરશે ? પરંતુ આજે તે રાષ્ટ્રીય કક્ષામાં જઈને ગોલ્ડ મેડલ મેળવી રહી છે જે તેમના માટે ગૌરવની બાબત છે. તેઓ આજે ખૂબ જ ગોરવ અનુભવે છે. તે આગળ પણ જઈને તેમનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે