Hair Fall: વાળને ખરતા અટકાવવા હોય તો આ 5 વસ્તુઓ ખાવાનું કરી દો બંધ, 7 દિવસમાં દેખાશે રિઝલ્ટ

Hair Fall: વાળ ખરતા હોય તે એક સામાન્ય સમસ્યા છે. પરંતુ આ સમસ્યા કેટલાક લોકો માટે મુસીબત બની જાય છે. કારણ કે વધારે પ્રમાણમાં વાળ ખરવાથી માથામાં ટાલ દેખાવા લાગે છે. વાળ ખરવાની સમસ્યા અલગ અલગ કારણોથી હોય શકે છે. પરંતુ સૌથી વધારે પોષણના અભાવના કારણે વાળ ખરે છે.

Hair Fall: વાળને ખરતા અટકાવવા હોય તો આ 5 વસ્તુઓ ખાવાનું કરી દો બંધ, 7 દિવસમાં દેખાશે રિઝલ્ટ

Hair Fall: વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. જો હેલ્ધી વસ્તુઓ ખાવામાં આવે તો વાળ ખરતા અટકે છે અને સ્કીનને પણ ફાયદો થાય છે. વાળ ખરવાના અલગ અલગ કારણો હોય છે. વાળના મૂળ નબળા પડી ગયા હોય તો પણ વાળ વધારે ખરે છે. 

વાળને જ્યારે પોષણ મળતું નથી તો આ સમસ્યા વધી જાય છે. વાળને પોષણ મળે તેવી વસ્તુઓ ખાવાની સાથે વાળને નુકસાન કરતી વસ્તુઓ ખાવાનું બંધ પણ કરવું જરૂરી છે. ખરતા વાળની સમસ્યા જેમને સતાવતી હોય તેમણે આ 4 વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ.  આ વસ્તુઓ ખાવાનું બંધ કરવાથી પણ ખરતા વાળની સમસ્યા દુર થવા લાગે છે. 

જંક ફૂડ

જંક ફૂડમાં ફેટ, સુગર અને કેલેરી વધારે હોય છે. આ પ્રકારની વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેની અસર વાળના ગ્રોથ પર પણ થાય છે. વધારે માત્રામાં જંક ફૂડનું સેવન કરવાથી વાળ નબળા પડે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

ખાંડ 

વધારે માત્રામાં ખાંડનું સેવન કરવાથી પણ વાળને નુકસાન થાય છે. ડાયાબિટીસ અને ઓબેસિટીની સમસ્યાની સાથે વધારે પડતી ખાંડ વાળ ખરવાનું કારણ પણ બને છે. વધારે પડતી ખાંડ યુક્ત વસ્તુઓ ખાવાથી ખરતા વાળની સમસ્યા વધી જાય છે. 

હાઈ ગ્લાઈસેમિક ઇન્ડેક્સવાળુ ફૂડ 

હાઈ ગ્લાઈસેમિક ઇન્ડેક્સવાળુ ફૂડ ખાવાથી તેને ઇન્સ્યુલિન વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે. ઇન્સ્યુલિન સાથે મળીને એન્ડ્રોજન નામનું તત્વ વાળના મૂળને બાઇન્ડ રાખે છે. જો ઇન્સ્યુલિનનું અસંતુલન હોય તો વાળનું બાઈન્ડિંગ નબળું પડી જાય છે. પરિણામે વાળ ખરવા લાગે છે. 

આલ્કોહોલ 

વાળમાં કેરાટીન હોય છે જેના કારણે તેનું સ્ટ્રક્ચર બરાબર રહે છે. આલ્કોહોલનું સેવન કરવાથી વાળના સ્ટ્રક્ચર પર પ્રભાવ પડે છે.. આલ્કોહોલના સેવનથી કેરાટીન પ્રોટીન બનવાનું પ્રમાણ ઘટી જાય છે અને વાળ નબળા બને છે.

ઈંડા

ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કાચા ઈંડા ખાવા વાળ માટે નુકસાનકારક છે.. કાચું ઈંડુ ખાવાથી બાયોટીનની ખામી સર્જાય છે બાયોટીનની ખામી સર્જાવાથી વાળ પર તેની અસર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news