SA vs ENG: ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ
બટલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિઓમાં બટલર વિકેટની પાછળથી ફિલાન્ડરને અપશબ્દો કહેતો જોવા મળ્યો છે. પરંતુ ફિલાન્ડરે કોઈ જવાબ આપ્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં જોસ બટલર અને વર્નોન ફિલાન્ડર વચ્ચે ટક્કર જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ દરમિયાન જ્યારે ફિલાન્ડર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે તેને અપશબ્દો કહ્યાં જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
કેપટાઉનમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝના બીજા મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની ટીમ હારની નજીક હતી. પાંચમાં અને અંતિમ દિવસે તેની સામે મેચ બચાવવાનો પડકાર હતો. દક્ષિણ આફ્રિકાના હાથમાં માત્ર ત્રણ વિકેટ બાકી હતી. જ્યારે ફિલાન્ડર પોતાની ટીમ માટે મેચ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે વિકેટની પાછળ રહેલા જોસ બટલરે તેને સ્લેજ કર્યું હતું.
Don't you just love English athletes?
They're such a classy bunch 🤦♂️#SAvENG pic.twitter.com/R1b6bMg5Yl
— JAKE BUCKLEY 🇦🇺 (@TheMasterBucks) January 7, 2020
બટલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિઓમાં બટલર વિકેટની પાછળથી ફિલાન્ડરને અપશબ્દો કહેતો જોવા મળ્યો છે. પરંતુ ફિલાન્ડરે કોઈ જવાબ આપ્યો નથી.
આ દરમિયાન સ્લિપમાં ઉભેલા બેન સ્ટોક્સે પણ ફિલાન્ડરને ભડકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે શાંત રહ્યો હતો. બટલરની વાત સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા આફ્રિકાના પૂર્વ બોલર ડેલ સ્ટેને લખ્યું, 'આ ઉંચુ અને સ્પષ્ટ હતું, સ્ટેને બટલરની ટીકા કરી છે.'
કેપ્ટનના રૂપમાં સૌથી ઝડપી 1000 T20I રન, કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ
મહત્વનું છે કે ફિલાન્ડરે આ ઈનિંગમાં 51 બોલનો સામનો કરતા 8 રન બનાવ્યા, પરંતુ તે આફ્રિકાની ટીમની હાર બચાવી શક્યો નથી. ઈંગ્લેન્ડે આફ્રિકાને 189 રનથી પરાજય આપ્યો અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરોબરી હાસિલ કરી લીધી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે