આ ગાડીના માલિકને RTOમાં ભરવો પડ્યો 27.68 લાખનો ટેક્સ! વિગતો જાણવા કરો ક્લિક

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જપ્ત કરેલી કારના માલિક પાસેથી તોતિંગ દંડ વસુલ કર્યો હોવાના સમાચાર છે. અમદાવાદ પોલીસે રૂ. 2.18 કરોડની(2.28 Crore INR) કિંમતની પોર્શે કાર પાસેથી (Porsche 911) 27.68 લાખનો દંડ વસુલ કર્યો છે. બે વર્ષથી આ ગાડી ટેક્સ ભર્યા વિના રોડ પર ફરી રહી હતી એના બદલ  માલિક પાસેથી 16 લાખ આજીવન રોડ ટેક્સ, 7.68 લાખ રૂપિયા બાકી ટેક્સનું વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરાયો છે. આ ટેક્સ અમદાવાદ RTOમાં ભરવામાં આવ્યો છે. 

આ ગાડીના માલિકને RTOમાં ભરવો પડ્યો 27.68 લાખનો ટેક્સ! વિગતો જાણવા કરો ક્લિક

મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જપ્ત કરેલી કારના માલિક પાસેથી તોતિંગ દંડ વસુલ કર્યો હોવાના સમાચાર છે. અમદાવાદ પોલીસે રૂ. 2.18 કરોડની(2.18 Crore INR) કિંમતની પોર્શે કાર પાસેથી (Porsche 911) 27.68 લાખનો દંડ વસુલ કર્યો છે. બે વર્ષથી આ ગાડી ટેક્સ ભર્યા વિના રોડ પર ફરી રહી હતી એના બદલ  માલિક પાસેથી 16 લાખ આજીવન રોડ ટેક્સ, 7.68 લાખ રૂપિયા બાકી ટેક્સનું વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરાયો છે. આ ટેક્સ અમદાવાદ RTOમાં ભરવામાં આવ્યો છે. 

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા લક્ઝુરિયસ કારને પકડવાની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 27 નવેમ્બરના રોજ અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસનું રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ સંજોગોમાં બપોરના સુમારે પોલિસે આ મોંઘીદાટ કારને કેટલાક નિયમોના ભંગ બદલ ડિટેઈન કરી હતી. પહેલા તબક્કામાં તો ગાડીની નંબર પ્લેટ નહી હોવાનાં કારણે તેને અટકાવવામાં આવી હતી. ગાડી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા તે પણ ઉપલબ્ધ નહોતા. જેના કારણે વિવિધ કલમ હેઠળ પોલીસ દ્વારા આ ગાડી જપ્ત કરવામાં આવી હતી. 

આ કાર કિશન પટેલ નામનો એક વ્યક્તિ ચલાવતો હતો. પોલીસે જ્યારે કારને ડિટેઈન કરી ત્યારે કારમાં આગળ કે પાછળના ભાગમાં નંબર પ્લેટ ફિટ કરેલી ન હતી, જેના કારણે ટ્રાફિક નિયમનો ભંગ થતો હતો. પોલિસે જ્યારે કારચાલક પાસેથી કારના દસ્તાવેજો માગ્યા ત્યારે તેની પાસે કાયદેસરના દસ્તાવેજ પણ ન હતા. પોલીસની ફરિયાદ મુજબ આ કારના મુળ માલિકનું નામ રણજીત પ્રભાત દેસાઈ છે અને તેઓ ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તારમાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news