મોદી સરકારનો મોટો નિર્ણય, હવે એસીનું તાપમાન આટલા પર રહેશે સેટ

વિજ બચતના નિયમ નક્કી કરનાર એજન્સી બીઇઇએ કહ્યું કે રૂમના એર કંડીશનર્સ (એસી)નું ડિફોલ્ટ (આપમેળે નક્કી) તાપમાન હવે 24 ડિગ્રી સેલ્સિયસ હશે. તેનો અર્થ એ છે કે રૂમનું તાપમાન 24 ડિગ્રી રાખતાં જ એસી ચાલશે. ઉપયોગકર્તા જોકે પોતાની જરૂરિયાત મુજબ તેને ઉપર-નીચે કરી શકે છે. 

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે એસીનું તાપમાન આટલા પર રહેશે સેટ

નવી દિલ્હી: વિજ બચતના નિયમ નક્કી કરનાર એજન્સી બીઇઇએ કહ્યું કે રૂમના એર કંડીશનર્સ (એસી)નું ડિફોલ્ટ (આપમેળે નક્કી) તાપમાન હવે 24 ડિગ્રી સેલ્સિયસ હશે. તેનો અર્થ એ છે કે રૂમનું તાપમાન 24 ડિગ્રી રાખતાં જ એસી ચાલશે. ઉપયોગકર્તા જોકે પોતાની જરૂરિયાત મુજબ તેને ઉપર-નીચે કરી શકે છે. 

કેંદ્વીય વિદ્યુત મંત્રાલયના એક નિવેદન અનુસાર સરકારે બીઇઇની સાથે ચર્ચા કરી રૂમના એસી માટે ઉર્જા માનક 30 ઓક્ટોબર, 2019 ના રોજ માહિતગાર કરી દેવામાં આવ્યા હતા. તે અનુસાર ઉત્પાદકોને રૂમના એર કંડીશનરમાં તાપમાનનું સેટિંગ 24 ડિગ્રી સેલ્સિયસ પર રાખવું અનિવાર્ય રહેશે. નવા માપદંડો અનુસાર (આઇએસઇઇઆર) સ્પેલિટ એર કંડીશનર માટે  (3.30 થી 5.00) અને વિંડો એર કંડીશનર માટે (2.70 થી 3.50) સુધી હશે. 

આ ઉપરાંત નવા પરિપત્ર દ્વારા બીઇઇ સ્ટાર-લેબલિંગ કાર્યક્રમના દાયરામાં આવનાર તમામ એર કંડીશનર્સ માટે 24 ડિગ્રી સેલ્સિયસ ડિફોલ્ટ સેટિંગને ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. તાપમાનની ડિફોલ્ટ ડિગ્રી સેલ્સિયસના સેટિંગને છોડીને બાકી કાર્ય પ્રદર્શન માપદંડ એક જાન્યુઆરી 2021થી લાગૂ થશે. 

પરિપત્રના અનુસાર સ્ટાર લેબલવાળા તમામ બ્રાંડ અને તમામ પ્રકારના રૂમ એર કંડીશનો અર્થાત મલ્ટી-સ્ટેજ કેપેસિટી એર કંડિશનર, યૂનિટ્રી એર કંડીશનર અને સ્પેલિટ એર કંડીશનરોને 10,465 વોટ (9,000 કૈલોરી/કલાક)ની કૂલિંગ ક્ષમતા સુધીની અપેક્ષિત ઉર્જા, દક્ષતાઓનાઆધારે એકથી પાંચ સ્ટાર સુધી રેટીંગ આપવામાં આવ્યું છે જેનું ભારત નિર્માણ કરવામાં આવ્યું છે અથવા વ્યાવસાયિક રૂપે ખરીદવામાં આવેલું  અથવા વેચેલું છે, તે બધા એક જાન્યુઆરી 2020થી 24 ડિગ્રી સેલ્સિયસ પર રૂમના એર કંડીશનરમાં તાપમાનની ડિફોલ્ટ સેટિંગ સુનિશ્વિત કરશે.  

મંત્રાલયના અનુસાર રૂમ એર કંડીશનરો (આરએસી) માટે સ્ટાર લેબલિંગ કાર્યક્રમે નાણાકીય વર્ષ 2017-18માં અંદાજે 4.6 અરબ યૂનિટ ઉર્જા બચત કરી છે અને તેનાથી 3.8 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઓછી કરવામાં મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news