PAK vs HK: માત્ર 38 રનમાં ઓલઆઉટ હોંગકોંગ, પાકિસ્તાનનો 155 રને વિજય
Asia cup 2022: કરો યા મરો મુકાબલામાં પાકિસ્તાને દમદાર વિજય સાથે સુપર-4માં એન્ટ્રી કરી છે. આ સાથે રવિવારે દુબઈમાં ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે.
Trending Photos
દુબઈઃ Pakistan vs Hong Kong Asia Cup 2022: એશિયા કપ 2022ના છઠ્ઠા મુકાબલામાં પાકિસ્તાને હોંગકોંગને 155 રને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે પાકિસ્તાને સુપર-4માં એન્ટ્રી કરી લીધી છે. એટલે કે હવે રવિવારે ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. હોંગકોંગ વિરુદ્ધ પાકિસ્તાન માટે શાદાબ ખાન, નસીમ સાહ અને મોહમ્મદ નવાઝે શાનદાર બોલિંગ કરી હતી. તો બેટિંગમાં મોહમ્મદ રિઝવાન અને ફખર જમાનનો જલવો જોવા મળ્યો હતો.
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમ 10.4 ઓવરમાં માત્ર 38 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ટીમ માટે કેપ્ટન નિઝકલ ખાન અને યસીમ મુર્તઝા ઓપનિંગ કરવા આવ્યા હતા. નિજકલ 8 રન અને મુર્તઝા 2 રન બનાવી આઉટ થયો હતો. બાબર હયાત ખાતું ખોલાવી શક્યો નહીં. કિંચિત શાહ 6 રન બનાવી આઉટ થયો હતો. એઝાઝ ખાન 1 અને સ્કોટ મૈકકેની 4 રન બનાવી આઉટ થયો હતો.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે મોહમ્મદ રિઝવાને અણનમે 78 રન બનાવ્યા હતા. રિઝવાને છ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કેપ્ટન બાબર આઝમ 9 રન બનાવી આઉટ થયો હતો. ફખર જમાન 53 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં ખુશદિલ શાહે તોફાની ઈનિંગ રમી હતી. શાહે 15 બોલમાં 5 છગ્ગા સાથે અણનમ 35 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે